For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ઉછીના આપેલા પોતાના નાણા લેવા ગયેલા યુવાનની હત્યા

12:36 PM Aug 06, 2024 IST | Bhumika
ભાવનગરમાં ઉછીના આપેલા પોતાના નાણા લેવા ગયેલા યુવાનની હત્યા
Advertisement

ભાવનગરના સુભાષનગર, દેવીપૂજકવાસમાં ચાર દિવસ પહેલા ઉઘરાણીએ ગયેલા યુવક ઉપર કોશ વડે કરવામાં આવેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણામ્યો છે .

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના સુભાષનગર, પંચવટી ચોક પાસે આવેલ આશિષ મંડપ વાળા ખાચામાં, પ્લોટ નં.126 માં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ વેગડ ઉં.વ.42 એ સુભાષનગર, દેવીપુજકવાસમાં રહેતા તેમના મિત્ર પપ્પુભાઈ ભરવાડિયાને રૂૂ.20,000/- હાથ ઉછીના આપેલા હતા. આ રકમ તેમને એક મહિનામાં પાછી આપી દેશે તેમ જણાવ્યું હતું. દરમિયાન હરેશભાઈને પૈસાની જરૂૂર હોવાથી તેમણે નાણાની ઉઘરાણી કરતા પપ્પુભાઈના દીકરા ભગાભાઈએ હરેશભાઈને ફોન કરીને ઝઘડો કર્યો હતો અને તેમના ઘરે બોલાવેલ હતા .આથી ગત તા.31/7 ના બપોરના 12:30 વાગ્યા આસપાસ હરેશભાઈ વેગડ પપ્પુભાઈના ઘરે દેવીપુજકવાસમાં ગયા હતા ત્યારે ત્યાં હાજર પપ્પુભાઈના દીકરા સંજય અને ભગાભાઈએ હરેશભાઈ સાથે ગાળાગાળી અને ઝઘડો કરી સંજય ભરવાડીયાએ કોશનો એક ઘા કમરના ભાગે ઝીંકી દીધો હતો અને બંને ભાઈઓએ ઢીકાપાટુ તેમજ ધોકા પડે માર મારતા હરેશભાઈ વેગડને ગંભીર હાલતે સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું રવિવારે રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજતા મારામારીનો આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement