ચરાડવા ગામે ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા નાણા યુવાનને ભારે પડ્યા
ચરાડવા ગામના યુવાનને ધંધામાં ખોટ આવતા નાણાની જરૂૂરત પડતા ઊંચા વ્યાજે રૂૂ 15.30 લાખની રકમ લીધી હતી જે રકમની ઉઘરાણી કરી પાંચ આરોપીઓએ કોરા ચેક કઢાવી લઈને વ્યાજની કડક ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (ઉ.વ.25) વાળાએ આરોપીઓ ભુપેન્દ્રસ્નીહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ ઉર્ફે ચંદુભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિક મહેશભાઈ ગોસ્વામી, દીપક જગદીશભાઈ બાવાજી રહે બધા ચરાડવા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે એકાદ વર્ષ પૂર્વે ફરિયાદીને ધંધામાં ખોટ જતા રૂૂપિયાની જરૂૂર પડતા આજથી સાતેક મહિના પહેલા એપ્રિલ 2025 થી 11-11-25 દરમિયાન પાંચેક આરોપીઓ પાસેથી અલગ અલગ તારીખે ઊંચા વ્યાજ દરે કુલ રૂૂ 15,30,000 લીધા હતા જેના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આરોપી જયરાજ પઢીયારે એસબીઆઈ બેન્કના સહીવાળા કોરા ચેક બેંક સિક્યુરીટી પેટે બળજબરીથી કઢાવી લઈને પાંચેય ઇસમોએ ઊંચા વ્યાજની વસુલી માટે ધમકી આપી માનસિક ત્રાસ પહોંચાડી યુવાનને ઘરે છોડવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
