ઇન્સ્ટા.માં ખોટું ID બનાવી ક્લોલના શખ્સે રાજકોટની યુવતીને ફસાવી
ભાંડો ફૂટી જતા યુવતીને અંગત ફોટા વાઇરલ કરવાની ધમકી આપી રિલેશનશિપ રાખવા દબાણ કરતા પોલીસ ફરિયાદ
ઇન્સ્ટાગ્રામમાં ખોટુ આઇડી બનાવી ક્લોલના શખ્સે રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેનો ભાંડો ફૂટી જતા આરોપએ યુવતીને અંગત ફોટા વાઇરલ કરવાની ધમકી આપી રીલેશન રાખવા દબાણ કરતો હોય આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સંકજામાં લઇ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સાયબર ક્રાઇમ પોલીસે 26 વર્ષિય યુવતિની ફરિયાદ પરથી ગાંધીનગરના કલોલમાં પંચવટી રેસીડેન્સી એ-202માં રહેતાં ચિરાગ પ્રહલાદભાઇ મેવાડા (ઉ.વ.43) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેમાંથી આ રિક્વેસ્ટ આવી હતી તે આઇડીમાં માનસીનું નામ હતું. જેથી મેં નોર્મલ વાતચીત કરી હતી. પરંતુ આગળ જતાં ખબર પડી હતી કે આ યુવતિ નથી અને ફેક આઇડી છે. એ પછી એ યુવતિએ એક શખ્સનો પરિચય કરાવ્યો હતો અને તે પોતાનો ભાઇ હોવાનું કહ્યું હતું તેમજ પોતે માનસી પટેલ જ છે તેવી વાત કરી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પરથી એક મેસેજ આવ્યો હતો અને તેણે પોતે માનસી પટેલના ભાઇ તરીકે ઓળખ આપી હતી.
ત્યારબાદ અમારી વચ્ચે વાતચીત શરૂૂ થઇ હતી. તેણે પોતાનું નામ નીલ પટેલ કહ્યું હતું અને પોતે કુંવારો છે તેમજ યુએસએમાં અર્મ બીઝનેસ ચાલુ કર્યો છે અમારી વચ્ચે ચારેક વર્ષ આ રીતે રિલેશનમાં વીતી ગયા હતાં. એ પછી મેં તેને લગ્ન કરવાનું કહેતાં તેણે મને ટોર્ચર કરવાનું ચાલુ કર્યુ હતું. મારા માતા પિતા અને મારા ફ્રેન્ડ સર્કલને પણ તે ટોર્ચર કરવા માંડયો હતો. એક વખત અમારી રૂૂબરૂૂ મુલાકાત થઇ ત્યારે મેં તેના બેગમાં પાસપોર્ટ જોતાં ખબર પડી હતી કે તે મેરીડ છે અને તેનું નામ પાસપોર્ટ મુજબ નીલ પટેલ નહિ પણ ચિરાગ મેવાડા છે! મને અંધારામાં રાખી ખોટુ નામ જણાવી પોતે યુએસએસમાં બીઝનેસ કરે છે તેવી વાતો કરી વિશ્વાસઘાત કરી ક્લોઝ સંબંધ રાખીમારા ફોટો વિડીયો તેના ઇન્સ્ટાઆઇડીમાં અપલોડ કર્યા કરી દીધા હોઇ મેં તેને લગ્નની વાત કરતાં તેણે મરી જવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત તે મને વિશ્વાસમાં લઇ મારી પાસેથી ત્રીસથી ચાલીસ હજારની રકમ પણ ઓનલાઇન ટ્રાન્સફરથી તેણે મેળવી લીધી હતી. મારા અંગત ફોટો તેની પાસે હોઇ જે વાયરલ કરવાની તે ધમકીઓ આપી હેરાન કરતોઇ હોઇ મેં 17/4/24ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ચીરાગ મેવાડા વિરુદ્ધ ગુનો નોંધી તેને સંકજામાં લઇ તપાસ હાથ ધરી છે.