બોગસ પેઢી ઊભી કરી 61.38લાખના GST કૌભાંડમાં સૂત્રધાર લાંગા રિમાન્ડ માટે કોર્ટ હવાલે
આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો લીધો : 14 પેટા કંપનીને કામ સોંપ્યા બાદ ટેક્સ ચોરી કર્યાનો પર્દાફાશ થયો હતો
શહેરના ભગવતીપરામાં બોગસ પેઢી 61.38 લાખની ટેક્ષ ચોરી કરવાના જીએસટી કૌભાંડ અંગે ડીસીબી પોલીસમાં ગત 27 તારીખે ગુનો નોંધાયો હોય જેમાં અમદાવાદ જેલમાં જેલવાસ ભોગવતા સુત્રધાર મહેશ લાંગાનો સાબરમતી જેલમાંથી રાજકોટ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગઈકાલે કબજો લીધો હતો.હાલ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયો છે.આ ગુનામાં અગાઉ 12 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. ચકચાર જગાવનાર અને જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ મહેશ લાંગા દ્વારા બનાવેલી પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી દ્વારા 61.38 લાખનું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં લાંગાની પેઢી દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, ભાવનગર, મહેસાણા સહિતના શહેરોમાં 14 પેટા પેઢીઓ બનાવવામાં આવી હતી.
જેમાં યશ ડેવલોપર,ઈ કરા એન્ટરપ્રાઈઝ, સિવિલ પ્લસ એન્જી., ધનશ્રી મેટલ, ડીએ એન્ટરપ્રાઈઝ,જ્યોતિ ઈન્ફાસ્ટ્રક્ચર, અરહ્ય સ્ટીલ,રિદ્ધિ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આશાપુરા ટ્રેડીંગ, શિવ મિલન,પ્ લાસ્ટિક, ગ્લોબટ્રા ઈમ્પેક્ષ,માં દુર્ગા સ્ટીલ, શુભ-લાભ એસ્ટેટ, મારૂૂતિ નંદન, ક્ધસ્ટ્રકશન સહિતનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પેઢીના અમન, સૈયદ, વિશાલ પરમાર, લખુભા જાડેજા, શૈલેશ પટેલ, પાર્થ રોજીવાડીયા, ભેરુસિહ રાજપૂત, મનીષ જોબનપુત્રા, અલ્પેશ હીરપરા, ફિરોજ જુણેજા સહિત 12 આરોપી ઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત કૌભાંડમાં સુત્રધાર તરીકે મહેશ લાંગાનું નામ ખૂલ્યું હતું અને આ કેસની તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખાને સોપવામાં આવી હતી દરમિયાન સ્ટાફે અગાઉના જીએસટી ચોરીના કૌભાંડમાં અમદાવાદ સબ જેલમાં જેલવાસ ભોગવી રહેલા તપાસ અર્થે કબજો લીધો છે.રાજકોટના આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ એસ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે તેમને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયો છે.