મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ફૂઇનો દીકરો જ સૂત્રધાર
વિરપુર બોલાવી અપહરણ કર્યું, 50 લાખની માંગણી કરી; બંન્નેની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ડઢાણીયાને હનીટ્રેપમાં ફસાવવાનો કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં પંકજના ફઈના દીકરા કિશન સોખરીયા અને પ્રિયા નામની યુવતી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગુનો નોંધાતા સમગ્ર કાંડ બહાર આવ્યો છે.
કેવી રીતે કાવતરું ઘડાયું? પંકજ ડઢાણીયાને જાનવી નામની યુવતીના નામે મેસેજ મળ્યો હતો, જે પ્રિયા નામની યુવતી હતી. પ્રિયાએ પંકજ સાથે વાતચીત શરૂૂ કરી અને તેને વિરપુર મળવા બોલાવ્યો હતો. પંકજ તેના ફઈના દીકરા કિશન સાથે વિરપુર પહોંચ્યો હતો, જ્યાંથી પ્રિયા (જાનવી) પંકજ અને કિશન સાથે ભેસાણ તરફ નીકળી હતી.
વોશરૂૂમ જવાનું બહાનું કરી ગાડી રોકાવી રસ્તામાં પ્રિયાએ વોશરૂૂમ જવાનું બહાનું કરી ગાડી રોકાવી હતી. તે સમયે બે બાઈક પર ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પ્રિયાને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. બાકીના ત્રણ ઈસમોએ પંકજ અને કિશનનું અપહરણ કર્યું અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
50 લાખ રૂૂપિયાની માગણી આ ઈસમોએ પંકજને જાનવીની બે દીકરીઓ માટે 50 લાખ રૂૂપિયાની માગણી કરી હતી. પંકજ ડરી ગયો અને તેની માતાને આ વાત કરી હતી. માતાએ પૈસા આપવા ઇનકાર કર્યો હતો, ત્યારબાદ પંકજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો.
પોલીસની ઝડપી કાર્યવાહી ભેસાણ પીએસઆઈ આર.બી. ગઢવી અને આર.એમ. વાળા સહિતની ટીમે ગણતરીની કલાકોમાં પ્રિયા અને કિશન સોખરીયાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કાવતરું કિશન, પ્રિયા અને શૈલેષગિરિ ઉર્ફે ભાણો ગોસાઈએ ઘડ્યું હતું.
કાવતરું કેવી રીતે ઘડાયું? 10-12 દિવસ પહેલા કિશન, પંકજ અને પ્રિયા મળ્યા હતા. તે સમયે કિશને પંકજના ખાતામાં 10 લાખ રૂૂપિયા હોવાની જાણ કરી હતી. આ રકમ પડાવી લેવા માટે શૈલેષગિરિ, પ્રિયા અને અન્ય ત્રણ ઈસમોએ હનીટ્રેપનું કાવતરું ઘડ્યું હતું.
બે આરોપીની ધરપકડ ભેસાણ પોલીસે પ્રિયા અને કિશનની ધરપકડ કરી છે અને શૈલેષગિરિ ઉર્ફે ભાણો ગોસાઈ અને અન્ય ત્રણ ઈસમોની શોધખોળ માટે ટીમો કામે લાગી છે.ડીવાયએસપીનું નિવેદન ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે આ કાવતરું પંકજના ખાતામાંથી 10 લાખ રૂૂપિયા પડાવી લેવા માટે ઘડાયું હતું. આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે.