For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારખાનેદાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, વ્યાજખોરોએ કહ્યું, પૈસા નહીં આપ તો તારી જિંદગી બગાડી નાખીશ

04:28 PM Oct 16, 2024 IST | Bhumika
કારખાનેદાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો  વ્યાજખોરોએ કહ્યું  પૈસા નહીં આપ તો તારી જિંદગી બગાડી નાખીશ
Advertisement

ધંધામાં મંદી આવતા કારખાનેદાર પૈસા ભરી ન શક્યો, નાણાં ચૂકવવા સમય માગ્યો’તો ધમકી મળી

વ્યાજખોરોએ ઇમિટેશનના કારખાનાની મશીનરીનું નોટરાઇઝ લખાણ કરાવી લીધું, બે આરોપી સામે ગુનો દાખલ

Advertisement

મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી રાજમોતી રેસીડેન્સીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડની સામે શક્તિ સોસાયટી શેરી નં. 2માં ઇમીટેશનનું કારખાનુ ધરાવતા વિશાલ કાંતિભાઈ પટેલ (ઉ.વ.30) વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા આખરે બી ડીવીઝન પોલીસ મથકમાં ધીરૂૂભાઈ ટોળીયા (રહે. આર્યનગર) અને પ્રદીપ ચૌહાણ (રહે. સંત કબીર રોડ) વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂૂધ્ધ મની લેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

વિશાલે જણાવ્યું છે કે 2018માં તેને ધંધા માટે પૈસાની જરૂૂર પડતાં પિતાના જૂના મિત્ર ધીરૂૂભાઈ ટોળીયાને વાત કરતાં તેણે તેના ભાઈ પોપટભાઈ કે જે કુવાડવા રોડ પર ચાની હોટલ ધરાવે છે, તેની પાસેથી 5 લાખ 3 ટકા વ્યાજે લઇ આપ્યા હતા. જેનું તે દર મહિને 15 હજાર વ્યાજ આપતો હતો.જુલાઇ-2022માં તેને વધુ રૂૂપિયા એક લાખની જરૂૂર પડતાં ધીરૂૂભાઈએ મિત્ર તેજારામ પ્રજાપતિ પાસેથી 4 ટકા વ્યાજે રકમ અપાવી હતી. જેનું દર મહિને 4 હજાર વ્યાજ ચૂકવતો હતો. તેણે ધીરૂૂભાઈ હસ્તક કુલ રૂૂા. 6 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે તેણે 12.50 લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી.ધંધો સરખો ચાલશે તો તમારા પૈસા કટકે-કટેક આપી દઇશ.તેમ કહેતા વખતે ધીરૂૂભાઈએ કહ્યું કે તને આપેલા તમામ પૈસા મારા છે, બીજા કોઇના નથી, એટલે તારે મને વ્યાજ તો આપવું પડશે. અત્યારે નહીં તો પછી પણ વ્યાજ તો આપવું જ પડશે. બાદમાં તેને ગાળો ભાંડી ઝગડો કર્યો હતો.

એટલું જ નહીં ગઇ તા. 2 સપ્ટેમ્બરના રોજ ફોન કરી ગાળો ભાંડી કહ્યું કે વ્યાજ નહીં આપતો અસલીયત ઉપર આવી જઇશ, તારી જિંદગી બગાડી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઓગસ્ટ-2021માં તેણે મિત્ર પ્રદીપ ચૌહાણ પાસેથી રૂૂા. 5 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા.જેનું દર મહિને 25 હજાર વ્યાજ ચૂકવતો હતો.પૈસાના બદલામાં પ્રદીપે તેના કારખાનાની મશીનરીનું નોટરાઇઝ લખાણ તેના કાકા લાલજીભાઈ પાસે કરાવી લીધું હતું. તેના ધંધાના કામનું કેમીકલ પ્રદીપ વેચતો હતો.જેથી તેની પાસેથી ઉધારમાં કેમિકલ લીધું હતું. આ રીતે કુલ આઠેક લાખનો માલ ઉધારમાં લીધો હતો.જે માટે છ લાખ રૂૂપિયાનું 5 ટકા વ્યાજ ચડાવી તેની ઉઘરાણી કરી હતી.થોડા સમય બાદ પ્રદીપને રૂૂા. 5 લાખ આપી દીધા હતા.બાકીના 6 લાખનું વ્યાજ રેગ્યુલર ચૂકવતો હતો.ધંધામાં મંદી આવતા તેને કારખાને બોલાવી વ્યાજ નહીં આપી શકું તેવી આજીજી કરી હતી. તે વખતે પ્રદીપે પણ કહ્યું કે વ્યાજ તો મારે વ્હેલા મોડુ જોઇશે જ, હું વ્યાજ કે મુદલ છોડીશ નહીં. બાદમાં તેને ગાળો ભાંડી, ઝગડો કરી જતો રહ્યો હતો. આ ઉપરાંત ફોન કરી વ્યાજ માટે અવારનવાર ધાક ધમકી આપતો હોવાથી આખરે બંને વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement