For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સ

01:01 PM May 29, 2025 IST | Bhumika
પિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સ

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઈકાલે મહિલા એ.એસ.આઈ .ના પુત્ર ઉપર ત્રણ શખ્સો એ છરીના ધા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
ખૂન ના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષ નગર પંચવટી ચોક પાસે ગઈકાલે બપોરના સમયે કેવલ દિલીપભાઈ વાઘોશી ગઢવી પોતાના સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો તે દરમિયાન અર્જુન લક્ષ્મણભાઈ સાટીયા, ભરત ખીમાભાઈ સાટીયા અને ભાર્ગ વખતે ભરત પતાભાઈ સાટીયા નામના ત્રણ શખ્સોએ તેના ઉપર છરી વડે ગળા અને પેટના ભાગે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા.

Advertisement

આ બનાવમાં ઘટના સ્થળે જ કેવલ નું મોત નીપજ્યુ હતું. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ના આધારે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મરનાર કેવલ ની માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ આ બનાવ ની જાણ થતા દોડી આવ્યા હતા અને તેમના હૈયાફાટ રુદન થી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. લોકોના ટોળા એકઠા થયા હતા.આ બનાવ ના કારણમાં પાંચ વર્ષ પહેલા મરનાર કેવલભાઈ સહિત 7 શખ્સોએ આરોપીના પિતાની હત્યા કરી હતી .તે બાદ ચાર આરોપીઓ જેલમાં છે. અને ત્રણનો જામીન મળતા બહાર છે. આ મામલે કેવલભાઈ પણ ત્રણેક વર્ષથી આગોતરા જમીનમાં જેલની બહાર હતા. અને ગઈકાલે તેની હત્યા થઈ હતી.ઘોઘા રોડ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement