For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના વજેપરમાં જમીન હડપ કરવાના પ્રકરણમાં અંતે સીઆઈડીને તપાસ સોંપાઇ

11:37 AM May 22, 2025 IST | Bhumika
મોરબીના વજેપરમાં જમીન હડપ કરવાના પ્રકરણમાં અંતે સીઆઈડીને તપાસ સોંપાઇ

મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ના પારકી જમીન હડપ કરી જવાના કૌભાંડની તપાસમાં સીઆઇડી ટીમની એન્ટ્રી થઈ છે. ગાંધીનગરની સીઆઇડી ટીમના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ખેડૂત સહિતના લોકોના નિવેદનો લઈ તપાસનો દૌર શરૂૂ કર્યા છે.મોરબી શહેરના વજેપર ગામના રેવન્યુ સર્વે નં.60ર ની હે.1-પ7-83-વાળી જમીન રેકર્ડમાં બેચરભાઈ ડુંગરભાઈના નામે ખાતા નં.158 થી ચાલતી હોય, તેઓનું તા.8/3/1976 રોજ અવસાન થયેલ હતું.

Advertisement

જેમાં જમીનના મૂળ માલિકોને બદલે બેચરભાઈ ડુંગરભાઈના ખોટા પુરાવા રજૂ કરી શાંતાબેન બેચરભાઈ ડાભીના નામની વારસાઈ નોંધ ક2ાવી લઈ બાદમાં માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગામના સરપંચ સાગર આંબારામભાઈ ફૂલતરીયાના નામનો વેચાણ દસ્તાવેજ કરાવી લેતા સમગ્ર મામલે આરોપી શાંતાબેન મનજીભાઈ પરમાર રહે.ત્રાજપર ખારી અને માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામના સરપંચ એવા આરોપી સાગર અંબારામભાઈ ફુલતરિયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

કલેકટરની કોર્ટમાં આ કેસ ચાલી જતા અરજદાર ભીમજી બેચરભાઈ નકુમ સહિતના વારસદારોએ રજૂ કરેલા પુરાવાઓ ધ્યાને લઈ આ જમીન બેચરભાઈ ડુંગરભાઈની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી હોવાનું નોંધી ભળતા નામ આધારે બેચરભાઈ ડુંગરભાઈ ડાભીના વારસદાર તરીકે શાંતાબેન બેચરભાઈ ડાભી વારસાઈ નોંધ રદ કરવા હુકમ કર્યો હતો. આ ટીમના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોરબીમાં ધામાં નાખી તપાસનો દૌર શરૂૂ કર્યો છે. જેમાં તેઓએ ખેડૂત સહિતના લોકોના નિવેદનો લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે તપાસનીશ એવા સીઆઇડીના ડીવાયએસપીએ જણાવ્યું કે તેઓની ટીમે ફરિયાદીના સ્થળની વિઝિટ લીધી છે. જેમાં ફરિયાદી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી છે. આ સાથે ફરિયાદીને વધુ પુરાવા રજૂ કરવા હોય તો જાણ કરવા પણ કહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement