વીરપુરમાં પરીણિતા સાથે મેસેજમાં વાત કરનાર યુવાનનું ઘર સળગાવી દીધું
વિરપુરમા રહેતા અને હેર સલુન ચલાવતા યુવાનને તેના પાડોશમા રહેતી પરણીત મહીલા સાથે મોબાઇલમા વાત કરવા બાબતે તેના પરીવારજનોને જાણ થઇ જતા યુવાનનાં ઘરમા પરણીતાનાં કાકાજી અને તેનાં મિત્રએ આગ લગાડી દેતા આ મામલે વિરપુર પોલીસ સ્ટેશનમા બે શખ્સો સામે ફરીયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ વિરપુરનાં દેવપરા વિસ્તારમા રહેતા અને વિરપુરમા હેર સલુન ચલાવતા નરેશ રમેશભાઇ બુધેલીયા (ઉ.વ. 34) નામનાં વાણંદ યુવાને નોંધાવેલી ફરીયાદમા વિરપુરનાં દેવપરા વિસ્તારમા રહેતા ભગીરથ ઉર્ફે ભગી ખાચર અને બાબુ રાવળદેવનુ નામ આપ્યુ છે. નરેશે ફરીયાદમા જણાવ્યા મુજબ તેનાં ઘરે કડીયાકામ ચાલતુ હોય તે દરમ્યાન તેનો પરીચય ભગીરથ ખાચરની ભત્રીજા વહુ સાથે થયો હોય અને બંને મોબાઇલમા વાતચીત કરતા હોય જેની જાણ ભગીરથને થઇ જતા આ બાબતે ઝઘડો થયો હતો અને સમાધાન પણ થઇ ગયુ હતુ. ત્યારબાદ બે દિવસ પુર્વે ગત તા 17 નાં રોજ રાત્રીનાં નરેશ બુધેલીયાનાં મકાનમા આગ લાગી હતી જે બાબતે પોલીસને ફરીયાદ કરી હોય આ તપાસમા જાણવા મળ્યુ કે ભગીરથ ખાચરે નરેશનુ મકાન સળગાવવા માટે બાબુ રાવળદેવને 4 હજાર આપ્યા હતા અને તેનુ ડીઝલ ખરીદી બાબુએ નરેશનાં મકાનનાં પાછળનાં દરવાજેથી આવી મકાનમા ડીઝલ છાટીને આગ લગાડી દીધી હતી. આ અંગે વિરપુર પોલીસે ભગીરથ ખાચર અને બાબુ રાવળદેવ વિરુધ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.