For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો

04:04 PM Nov 01, 2025 IST | admin
ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો

પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રૂજ્યા, જાહેરમાં માફી માંગી, બન્ને ગેંગના 9 સભ્યો હજુ ફરાર

Advertisement

મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે મરઘા ગેંગના ત્રણ સભ્યોની પણ પોલીસે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રુજી ઉઠયા હતાં.

મળતી વિગતો મુજબ, પ્રગતિ હોસ્પિટલ બહાર જાહેરમાં ફાયરિંગ કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની મરઘા ગેંગને ભોંભીતર કરવા પોલીસે તૈયારીઓ શરૂ કરી છે. પેંડા ગેંગના સાત સભ્યો ઝડપાઈ ગયા બાદ તેની આગવી ઢબે સરભરા કરી આ સાતેય પાડાઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મરઘા ગેંગના ત્રણ સભ્યોને પણ ઝડપી લીધા હતાં. જેને લઈ આજે એસઓજીની ટીમ મંગળા રોડ પર પહોંચી હતી અને આ મરઘા ગેંગનો વરઘોડો કાઢી પોલીસે ખાખીનો અસલી રંગ બતાવ્યો હતો. પોલીસનો મરચો નિહાળી લુખ્ખાઓ ધ્રુજી ઉઠયા હતાં અને જાહેરમાં માફી માંગી હતી.

Advertisement

ફાયરીંગ મામલે બન્ને ગેંગના નવ સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. બન્ને ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. તેમજ ગેરકાયદેસર હથિયાર મામલે પણ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરીને રાજકોટમાં સરાજાહેર ફાયરીંગ કરનાર આવા તત્વોને ખો બોલાવી દેવાની તૈયારી કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, એસ.ઓ. જી.ના પીઆઈ એસ.એમ. જાડેજા સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મૌવલીયા, વી.ડી.ડોડીયા, એસઓજીના પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

બન્ને જૂથ વચ્છે ફાયરીંગનું મુળ બુટલેગર રાધિકાની દારૂ સાથે ધરપકડ
પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે શરૂ થયેલી અદાવતનું મુળ કારણ બનેલી રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં રહેતી રાધિકા મહેન્દ્ર મકવાણા નામની યુવતી કે જે બુટલેગર હોય તે અગાઉ ગઢવી ગેંગના સભ્યો સાથે મિત્ર તરીકે રહેતી હતી ત્યારબાદ તે મરઘા ગેંગના સોહિલ સાથે મિત્રતા કરતાં આ મામલે બન્ને ગેંગ વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. બન્ને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ માલવીયાનગર પોલીસે ગઈકાલે ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર નં.8 રૂમ નં.1881માં રહેતી રાધિકા મહેન્દ્ર મકવાણાના ઘરે દરોડો પાડયો હતો . જ્યાંથી દારૂની એક બોટલ, આઈફોન સહિત 71000નો મુદ્દામાલ કબજે કરી રાધિકાની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement