ધ્રાંગધ્રા અને વઢવાણના મઢાદ ગામમાં ધમધમતી ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટકયું
વઢવાણ તાલુકાના મઢાદ અને ધ્રાંગધ્રાના સોલડી રોડ ઉપર મોટાપાયે ખનીજ ચોરીની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ, જોરાવરનગર પોલીસ અને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર, મામલતદારની ટીમે રેડ કરી બ્લેક ટ્રેપ, પથ્થરની ખનીજ ચોરી ઝડપી લીધી હતી.વઢવાણ તાલુકાના મઢાદ અને ધ્રાંગધ્રાના સોલડી રોડ ઉપર મોટાપાયે ખનીજ ચોરીની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ, જોરાવરનગર પોલીસ અને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર, મામલતદારની ટીમે રેડ કરી બ્લેક ટ્રેપ, પથ્થરની ખનીજ ચોરી ઝડપી લીધી હતી. તેમજ હિટાચી,ક્રેન અને ડમ્પરો સહિત લાખો રૂૂપીયાનો વાહનો, સાધનો સહિતનો મુદમાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર વઢવાણ પાસેથી ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પરો ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત ઝડપી લેવાય છે. ત્યારે વઢવાણ તાલુકાના મઢાદ ગામની સીમમાં મોટાપાયે ગેરકાયદેસર બ્લેક ટ્રેપની ખનીજચોરી થતી હોવાના કારણે ગામ પાસેથી ડમ્પર પસાર થતા હોવાથી રસ્તા તુટી જવા ધુળ ઉડવા અને અકસ્માતનો ભય રહેતો હોવાથી ગ્રામજનોએ વઢવાણ ડેપ્યુટી કલેકટર અને સુરેન્દ્રનગર એસ.પી.ને ગેરકાયદેસર ખનીજચોરી બંધ કરાવવા રજૂઆત કરી હતી.
અહી ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની રજૂઆત મળતાની સાથે જ સુરેન્દ્રનગર ખાણખનીજ અધિકારી જીગ્નેશ વાઢેરની ટીમ અને જોરાવરનગર પોલીસની ટીમે સંયુકત રેડ કરી હતી.રેડ દરમ્યાન મોટાપાયે બ્લેક ટ્રેપની ખનીજચોરી ઝડપી લઇ ટીમે પાંચ હિટાચી મશીન અને ત્રણ ડમ્પરો સહિત 2.60 કરોડ રૂૂપીયાની કિમતનો મુદમાલ જપ્ત કર્યો હતો.
બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના સોલડીથી બાઇસાબ ગઢ રોડ ઉપર મોટાપાયે જમીનમાંથી ગેરકાયદેસર પથ્થરની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય, મામલતદાર પઢીયારની ટીમે રેડ કરી પથ્થર ચોરી સબબ રૂૂ. 45 લાખની કિમતની કે્રન ઝડપી લીધી હતી. મામલતદારે સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમને બોલાવી પથ્થરની ખનીજ ચોરી થયેલી જગ્યાની માપણી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.