For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં લૂંટેરી દુલ્હન ગેંગનો સાગરીત નડિયાદથી ઝડપાયો

12:18 PM Jun 10, 2025 IST | Bhumika
જૂનાગઢમાં લૂંટેરી દુલ્હન ગેંગનો સાગરીત નડિયાદથી ઝડપાયો

બે માસ પહેલા ખોટા લગ્ન કરાવી યુવક પાસેથી 1.51 લાખ પડાવ્યા હતાં

Advertisement

જૂનાગઢ ખાતે છેલ્લા બે માસથી છેતરપીંડી, વિશ્વાસઘાત, તથા ખોટા લગ્ન કરાવી આપવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એડીવીઝન પોલીસે નડીયાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જુનાગઢ રેન્જના ડીઆઈજી તથા જુનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સ્ટેશન ના ગુન્હાના પકડવાના બાકી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક હીતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી. પોલીસ મથકના પો.ઇન્સ. આર.કે, પરમાર ને સુચના કરેલ હોય જે કામે જુનાગઢ એ.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બી.એન.એસ.કલમ 316(2), 318,(2), 60(એ) મુજબનો ગુનો દાખલ થયેલ જે કામે આરોપીઓએ એક સંપ થઈ પુર્વ આયોજીત કાવતરુ ઘડી ફરીયાદી સાથે લગ્ન કરી-કરાવી આપવાનો ભરોસો આપી ફરીયાદી સાથે લગ્ન કરવાનું ખોટું નાટક કરી, લગ્ન કરી, તથા આ ખોટા લગ્ન કરાવી આપવા બદલ ફરીયાદી પાસેથી રૂૂ.1,51,000 સેકડા લઇ જઇ આરોપીઓ ભાગી નાશી જઇ ફરીયાદી સાથે ગુન્હાહીત કાવતરુ રચી, છેતરપીંડી, વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હોય આ મામલે આરોપીઓને ધરપકડ ટાળવા લાંબા સમયથી નાસતા ફરતા હોય જે આરોપીઓને શોધી કાઢવા પીઆઇ આર.કે પરમાર ની સુચના આપેલ જેથી એ ડિવિઝન પોલીસ સ્ટાફ એ ટેકનીકલ સોર્ય તથા હ્યુમન સોર્ચ આધારે તપાસ કરતા આ આરોપી રાજકોટ થી પોતાનું મકાન છોડી નડીયાદ ખાતે રહેવા જતો રહેલ હોયની બાતમી મળેલ જે બાતમી આધારે તપાસ કરતા આરોપી નડીયાદ ખાતેથી મળી આવેલ અને આ આરોપી અશોક બાબુભાઇ રાઠોડ રહે-ચામુંડાનગર-01 નાનામવા રોડ મવડી પ્લોટ હાલ રહે-નવાગામ સાત હનુમાન નેશનલ હાઇવે પાસે ઝુપડપટીમાં રાજકોટ શહેર વાળાઓને નડીયાદ ખાતેથી પકડી પાડી પોલીસ મથકે લાવતા તેઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ અને આ મામલે આગળની તપાસ પીએસઆઇ પી.કે. ગઢવી ને સોપવામાં આવી છે.અને આરોપીને નામદાર કોર્ટ મા રજુ કરી વધુ પુછપરછ કરવા એક દિવસ ના રિમાન્ડ મેળવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement