અમરાપર ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર ના અમરાપર ગામના એક શખસે છ વર્ષ પહેલાં એક સગીરા ને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ શખ્સ ને સ્પે.પોક્સો અદાલતે 20 વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. જામનગર તાલુકાના અમરાપર ગામમાં રહેતા સાગર ખોડાભાઈ રાઠોડ (ઉ.વ.ર3) નામના શખ્સે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તા.ર6-ર-19 ની રાત્રે તે સગીરાને પોતાના મોટરસાયકલ પર બેસાડી દઈ તેણી નું અપહરણ કરી લઈ ગયો હતો.
આ સગીરા નજીક ના ગામમાં રહેતી હતી. ત્યારે તેણીના ઘર પાસેથી ટેમ્પો લઈને આવન જાવન કરતા આરોપી સાગર ખોડાભાઈ રાઠોડ એ તેણી સાથે પરિચય કેળવ્યા પછી એક મોબાઈલ લઈ આપ્યો હતો અને તે પછી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ સગીરાને રાજકોટથી ચોટીલા લઈ ગયા પછી ત્યાં રાત્રિ રોકાણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે પછી અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ અંગેની ફરિયાદ જે તે વખતે પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે તમામ દલીલો અને પુરાવા ને ધ્યાન માં રાખીને આરોપીને 20 વર્ષ ની સખત કેદ ની સજા અને રૂૂ.18 હજાર નો દંડ ફટકાર્યો છે. અને ભોગ બનનાર ને રૂૂ.4 લાખ નું વળતર ચૂકવવા નો પણ આદેશ કર્યો છે. આ કેસ માં સરકાર તરફ થી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.