જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો
જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરા સાથે ઝડપી લીધો છે. જે ભોગ બનનાર એક બાળકની માતા બની ગઈ છે, અને તેને એક માસનો પુત્ર છે. જેને હાલ મેડિકલ તપાસણી અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યારે અપહરણ કરી જનાર આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ નો ગુન્હો નોંધાયો છે, જેમાંતેની ધરપકડ કરી લેવાઈ છે.
જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ થઈ ગયુંહતું જે બનાવા અંગે સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાની પુત્રી ના અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમા આરોપી તરીકે વાંસજાળીયા ગામમાંજ રહેતા નિલેશ બટુકભાઈ મોરી (26) સામે ફરિયાદ નોંધાવી હતી. જે આરોપીને જામનગરની એ.એચ.ટી. યૂ. પોલીસ વિભાગની ટીમ શોધી રહી હતી,જે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી, કેઆરોપી નિલેશ મોરી કે જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક સીરામીકના કારખાનામાં મજૂરી કામ કરે છે, અને એક ઓરડી ભાડેથી રાખીને ત્યાં રહે છે. જે બાતમીના આધારે પોલીસટુકડીએ આજે સવારે દરોડો પાડી આરોપી નિલેશ મોરી ને ઝડપી લીધો હતો.જેની સાથે સગીરા પણ મળી આવી હતી. પરંતુ તેણી પ્રસુતા બની ગઈ હતી, અને એપુત્રને જન્મઆપ્યો હતો, તે હાલ એક માસનો છે. જેને પણ સાથે લઈ આવ્યા પછી મેડિકલ તપાસણી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.જ્યારે આરોપી ની પોકસો, અપહરણ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરાવ્ય છે.