એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત
પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ મનાવવા છતાં પાછી આવી ન હતી અને યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી. જેથી યુવકને આ પગલું ભર્યું હતું. યુવકે સુસાઈડ નોટ લખી એક વીડિયોમા પોતાની હૈયા વરાળ ઠાલવી છે અને જણાવ્યુ છે કે, એને સજા નહી મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે.
રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી પિયુષ ગોહિલે પોતાના જીવનનો અંત લાવતા પહેલા પાંચ મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકે પોતાની પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં પિયુષે જણાવ્યું હતું કે, તેણે એક મોટું પગલું ભર્યું છે અને તે માટે કોઈ જવાબદાર છે, તો તે છે તેની પત્ની અને તેનો મામો. રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી. યુવકે જણાવ્યું કે, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. લગ્નના થોડા દિવસમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી છે.
પિયુષે વધુમાં કહ્યું કે, મારી પત્ની ચાંદની તેના મામાનું જ કહેવું માને છે. જેના કારણે મારી જિંદગી બરબાદ થઈ છે. અન્ય યુવકો સાથે આવી ઘટના ન બને તે માટે મારો આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચે. એને સજા મળવી જોઈએ ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે ત્યા સુધી નહીં મળે. વધુમાં જણાવ્યું કે, હું એવો કોઈ લફરાબાજ છોકરો નથી, તો પણ મારી જિંદગી બરબાર થઈ ગઈ છે. અમે સમાધાન કરવા ગયા ત્યારે પણ તેના મામાએ મારી પત્નીને મોકલવાની ના કહી દીધી હતી. હું એ છોકરીને ગમતો જ ન હતો.લગ્નના થોડા દિવસોમાં મારી પત્ની ચાંદની મને ત્યા રહેવા માટે મજબૂર કરતી હતી. એમ કહેતી કે મને ત્યા તમારા ઘરે નથી ફાવતું. તમારા મમ્મી સાથે અને તમારા બહેન સાથે મને ત્યા ફાવતું નથી. હું મારા સગા વ્હાલાઓને વિનંતી કરૂૂ છું કે, મારા માતા-પિતાને સાચવજો.
વધુમાં કહ્યું કે, મારી જિંદગીમાં એણે કલંક લગાવ્યો છે. એનું બે વખત જલ તૂટી ગયું હતું. મારી સાથે લગ્ન થયા એના પાંચ દિવસ બાદથી જ એનો મામો એને અમારે ત્યા મોકલતો ન હતો. અલગ અલગ બહાના બતાવતા હતા અને કહેતા કે તમે અહીં જેતપુર રહેવા આવી જાવ. એને મારા ગામ જૂનાગઢમાં કીધુ હોત તો પણ હુ નોખો થઈ જાત પણ ત્યા જેતપુરમાં મારે કેમ જાવું. પિયુષે કહયુ કે, આ છોકરી અને એના મામા છોકરાની જિંદગી બગાડે છે. મે એનું ખુબ ધ્યાન રાખ્યું હતું. એને અહિં ગરમી થતી હતી તો મારાથી ખર્ચો થઈ શકે એમ ન હતો તેમ છતાં મે એના માટે હપ્તેથી એસી લગાવી આપ્યું હતું. વધુમાં જણાવ્યું કે, આ વીડિયોને મોદી સાહેબ સુધી પહોંચાડજો, જેથી બીજા કોઈ છોકરા સાથે આવુ ન થાય. બધા છોકરા ખોટા ન હોય. આ મામા અને ભાણજીને સખતમાં સખત સજા થવી જોઈએ. તો જ મારી આત્માને શાંતિ થશે.
યુવકે સુસાઈડ નોટ પણ લખી પરિવારજનોને અપીલ કરી છે કે, એ પત્ર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. પિયુષે વીડિયોમાં તેના માતા-પિતાને કહ્યું કે, મમ્મી, પપ્પા, તમે આડા અવળું કોઈ પગલું ન ભરતા. હવે નાનો ભાઈ જ તમારું આખું જીવનભર ધ્યાન રાખશે. પિયુષે સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પણ તેણે આવા જ આક્ષેપો કર્યાં છે. આ સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વીડિયો અને સુસાઈડ નોટ કબ્જામાં લઈને તપાસ શરૂૂ કરી છે.