For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત

11:47 AM Jul 08, 2025 IST | Bhumika
હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત

હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી પોલીસે એક લાખનો દેશી દારૂૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને વાહનોના ચાલક અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

Advertisement

જાણવા મળતી માહિ મુજબ હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વનરાજસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને સાગરભાઈ કુરિયાને મળેલ બાતમી આધારે હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક બોલેરો પીકઅપ તેમજ મહિન્દ્રા થાર ગાડીમાંથી કુલ મળીને 500 લીટર દેશી દારૂૂ મળી આવેલ હતો. જેથી કરીને પોલીસે એક લાખની કિંમતનો દારૂૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી હાલમાં આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે. ગામ સુંદરગઢ તાલુકો હળવદ તથા અશ્વિન સાથેનો એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement