For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢ દુષ્કર્મ પ્રકરણ; સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી અપાતી

11:24 AM Oct 19, 2024 IST | Bhumika
થાનગઢ દુષ્કર્મ પ્રકરણ  સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી અપાતી
Advertisement

કોલસાના ધંધાર્થીઓએ સગીરાનું અપહરણ કરી બંધ મકાનમાં હવસનો શિકાર બનાવી

બાકીના છ મિત્રોએ પણ સગીરા પર દુષ્કૃત્ય આચર્યુ: આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

Advertisement

રાજ્યમાં સામૂહિક દુષ્કર્મ અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની 17 વર્ષની દીકરી સાથે કોલસા અને ટ્રાન્સ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 8 નરાધમે સતત 7 મહિના સુધી હરિનગરમાં આવેલા બંધ મકાન સહિત જુદી જુદી જગ્યાએ અને સમયે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

સગીરાને ફસાવવા તેના ફોટો પાડી લીધા હતા. એ વાઇરલ કરવાની ધમકી આપીને અલગ-અલગ સમયે બોલાવતા હતા. પોલીસે આરોપીઓના ફોટો, કોલ ડિટેઇલની તપાસ અર્થે સગીરાનો મોબાઇલ જપ્ત કર્યો છે. હરિનગરના મકાન સૌપ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હોવાની અજય અને કાનાના મિત્રોને જાણ થતાં એ બંનેએ પણ સગીરાને ધમકી આપીને બોલાવી હતી અને 7 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.થાનગઢમાં માતા-પિતા અને નાના ભાઈ સાથે રહેતી 17 વર્ષની સગીરાને કોલસાના ધંધા સાથે સંકળાયેલા અજય ભરવાડ અને કાનો ઉર્ફે હરિ નામના શખ્સે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરા તાબે થતાં આ બંને તેનું અપહરણ કરી હરિનગર ખાતેના મકાનમાં લઈ ગયા હતા.

અજય અને કાના પછી તેમના 6 મિત્ર પણ સગીરાને બ્લેકમેલ કરી 7 મહિના સુધી અલગ-અલગ સમયે અને સ્થળે અપહરણ કરી લઈ જઈ દુષ્કૃત્ય આચરતાં રહ્યાં. અંતે થાકેલી સગીરાએ પરિવારજનોને વાત કરતાં તેની માતાએ થાન પોલીસ મથકે અજય ભરવાડ (24) (કોલસાનો ધંધો) (રહે. થાનગઢ ભોયરેશ્વર), અજય મનાભાઇ અલગોતર (25) (કોલસાનો ધંધો) (રહે. થાનગઢ ભોયરેશ્વર), શૈલેષ ઉકાભાઇ અલગોતર (21 વર્ષ) (ટ્રાન્સપોર્ટ) (રહે. થાનગઢ ભોયરેશ્વર), ધ્રુવ મહેન્દ્રભાઇ ચાવડા (23) (મંડપ સર્વિસ) (રહે.થાનગઢ ફૂલવાડી), કૌશિક ઉર્ફે લાલાભાઈ હરેશભાઇ ગોસ્વામી (25) (ટ્રાન્સપોર્ટ) (રહે. થાનગઢ, હરીનગર), વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી (28) (કોલસાનો ધંધો) (રહે. થાનગઢ ભોયરેશ્વર), દર્શન મુકેશભાઈ સદાદિયા (રહે. થાનગઢ ધુધાગેરેજ), કાનો ઉર્ફે હરિ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈને પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી તમામ 8 શખસોને પકડવા ટીમો બનાવી છે. સામૂહિક દુષ્કર્મ આચરવા મામલે સખત કાર્યવાહી કરી સજા કરવા માંગ ઉઠી છે.

આરોપીઓએ પચાવી પાડેલા મકાનમાંથી ગર્ભ નિરોધક સાધનો મળ્યા

થાનના જૈન પરિવારનું દેવુ થઈ જતાં તેમના હરિનગરમાં આવેલા મકાન ઉપર આરોપીઓએ કબજો કરી લીધો હોવાનું તેમજ આ બંધ મકાનમાં જ સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનું પોલીસને તપાસમાં મળેલા ગર્ભનિરોધક સાધનો ઉપરથી જણાઈ આવ્યું છે. આમ બંધ મકાનનો આરોપીઓ ખોટા કામ માટે ઉપયોગ કરતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement