જામનગરમાં જીજ્ઞેશદાદાની કથામાં તસ્કર ગેંગનો આતંક : છ મહિલાના ચેન કપાયા
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ દિવસે મહાપ્રસાદ વેળાએ ગિર્દીનો લાભ લઇ અલગ અલગ છ શ્રોતા ગણ મહિલાના ગળામાંથી કોઈ તસ્કરો રૂૂપિયા 4.45 લાખની કિંમતના સોના ના છ નંગ ચેઇન ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે. સીટી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી એક્ટિવ થઈ છે, અને સીસીટીવી કેમેરા ના માધ્યમથી તસ્કરો ને શોધી કાઢવા માટેની કવાયત શરૂૂ કરી છે.
જામનગરના શરૂૂ સેકશન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં યોજાયેલી ફલિયા પરિવારની શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગત 29 તારીખના બપોરના એકાદ વાગ્યા ના સમયે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું, અને કથા શ્રવણ કરવા આવેલા અનેક મહિલા સહિતના નગરજનો ભોજન પ્રસાદ આરોગી રહ્યા હતા.
ગી2દીનો લાભ લઈને કેટલીક મહિલાઓ સહિતની તસ્કર ગેંગ સક્રિય બની હતી, અને અલગ અલગ છ મહિલાઓ તેમાં વાસંતીબેન મનોજભાઈ નંદા, પ્રતીક્ષાબેન પરેશભાઈ ગુંચલા, જયાબેન દયા શંકરભાઈ રવૈયા, રક્ષાબેન પ્રકાશચંદ્ર તાણાવાડા અને ડાહીબેન રતિલાલ ડાભી વગેરે મહિલા સહિત તમામના ગળામાંથી રૂૂપિયા 4 લાખ 45 હજારની કિંમતના 6 નંગ સોનાના ચેઇન ની ચોરી કરી લઈ ગયા હતા.
ભોજન પ્રસાદ દરમિયાન આટલી બધી મહિલાઓના ગળામાંથી સોના ના ચેઇન સેરવી લેવાયા ની ઘટનાને લઈને કથા સ્થળે ભારે દોડધામ થઈ હતી, અને આખરે સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં ડાઈબેન રતિલાલ ડાભી ની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે, અને કથા સ્થળે લગાવાયેલા જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ના ફૂટેજ ને બારીકાઈ થીજોવામાં આવી રહ્યા છે અને તસ્કરો ને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી છે.