માળિયા હાટીનામાં દારૂડિયા કારચાલક નબીરાનો આતંક
અનેક વાહનો-લોકોને અડફેટે ચડાવ્યા, પોલીસે દસ કિ.મી. પીછો કરી ત્રણ નબીરાઓને ઝડપી લીધા, પોલીસ સ્ટેશને ટોળા ઉમટતા મધરાત્રે તંગદિલી
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં અનેક વાહન અને લોકોને લેતા લેનારા બેફામ કારચાલક નબીરાને પોલીસે ઝડપી પાડ્યો હતો. અકસ્માત સમયે કારચાલક ચિક્કાર નશામાં હોવાનો આરોપ છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસને જોતા જ કારચાલક ફરાર થયો હતો. જો કે, 10 કિમી સુધી ફિલ્મ સ્ટાઇલમાં પીછો કરી પોલીસે કારચાલક સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ ભેગી થતાં પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી માગવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેફામ આવતી કારે અનેક વાહન અને લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે જાણ થતાં ઙઈં સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જો કે, પોલીસને જોતા જ અકસ્માત સર્જનાર કારચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ, પોલીસે આરોપીનો ફિલ્મી ઢબે 10 કિમી સુધી પીછો કર્યો હતો અને કારચાલક સહિત બે અન્ય લોકોને ઝડપી પાડ્યા છે. ઘટના સમયે કારચાલક નાશમાં ધૂત હોવાનો આરોપ છે પકડાયેલા શખ્સોમા કૃણાલ અરવિંદ ડાંગર - જુનાગઢ , અજય સમજુભાઇ - શેરગઢ તથા જયદીપ રમેશ રહે. શેરગઢને ઝડપી લીધા હતા.
ઘટના બાદ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લોકોએ આરોપીઓને કડક સજા કરવા માગ ઉચ્ચારી હતી. લોકોનો રોષ જોઈ પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી મગાવી હતી. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, હવે તહેવારી સિઝન શરૂૂ થતા જુનાગઢ શહેર અને જિલ્લામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો આનંદ સાથે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસે આગોતરા તૈયારી શરૂૂ કરી છે.