લાઇટ હાઉસમાં લાઇન બોય સહિતની ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કરી ભય ફેલાવ્યો
શહરેના રૈયા વિસ્તારમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા લાઇટ હાઉસમાં લાઇન બોય સહિતની ત્રિપુટીએ ગત મોડી રાત્રે આતંક મચાવી ફલેટ ઉપર સોડા બોટલા ઘા કરતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. સમગ્ર બનાવનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ અંગે પોલીસ લાઇન બોય સહિત ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગત મુજબ રૈયા વિસ્તારમાં આવેલા લાઇટ હાઉસ કાવાર્ટરમાં ગત મોડી રાત્રે સ્ટૂટર ઉપર આવેલા ત્રણ શખ્સોએ ફલેટ ઉપર સોડા બોટલના ઘા કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાથમિક તાપસમાં લાઇટ હાઉસમાં આતંક મચાવનાર રુરલ પોલીસમાં ફરજ બજાવતા જમાદારનો પુત્ર આસીફ સહિત ત્રણ શખ્સો હોવાનું જાણવા મળ્યુ છે. આસીફને લાઇટ હાઉસમા રહેતા અભિ નામના વ્યકિત સાથે પૈસાની લેતી દેતી મામલે ડખ્ખોે ચાલતો હોય જેથી ગત મોડી રાત્રે ધસી આવી સોડા બોટલના ઘા કર્યા હતા. જેમા ત્રણ જેટલા ફલેટના બારીના કાચ તુટી ગયા હતા. આ મામલે પોલીસે લાઇન બોય આસીફ હબીબ ભાઇ બેલીમ, ચેતન નરેશભાઇ પરમાર અને સાહિલ શૈલેષભાઇ નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.