મોરબીમાં સગીરાની જાતીય સતામણી કરનાર શિક્ષકનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
મોરબીમાં ગરૂૂ શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીની ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકને પકડી પાડી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું.
મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદી છેલ્લા પંદર દિવસથી ધો-12ની વિદ્યાર્થીનીની છેડતી કરતા હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે તેની સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. જો કે શિક્ષકે પણ વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત આઠ લોકો વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા શિક્ષક રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. અને તેના કલાસીસ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસે સમગ્ર ઘટનાનું રી ક્ધસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.