લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરી
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પિતાએ અંતે લંપટ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ
શિક્ષક અને મહિલા મદદગારના પરાક્રમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા
રાજકોટ શહેરમા તાજેતરમા જ માધાપર ચોકડી પાસે અતુલ્યમ આંગન એપાર્ટમેન્ટમા રહેતા શિક્ષક વિરુધ્ધ અને તેમની મદદગારી કરનાર શિક્ષીકા વિરુધ્ધ દુષ્કર્મની ફરીયાદ યુનીવર્સીટી પોલીસ મથકમા નોંધવામા આવી છે . આ ઘટનામા યુનીવર્સીટી પોલીસે શિક્ષકની મદદગારી કરનાર સાધુ વાસવાણી રોડ પર આવેલા રવી એપાર્ટમેન્ટમા રહેતી શિક્ષકા પ્રિતી ઘેટીયાની ધરપકડ કરવામા આવી હતી . ત્યારે હજુ શિક્ષક પકડાયો નથી ત્યા તેમનાં વિરુધ્ધ વધુ એક ગુનો નોંધવામા આવ્યો છે . આ બનાવમા શિક્ષકે શિક્ષીકા સાથે મળી યુવતીનાં લગ્નમા પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને પગલે યુવતીનાં લગ્ન ફોક રહયા હતા અને જાન દુલ્હનને લીધા વગર પરત ફરી ગઇ હતી . આમ શિક્ષક વિરુધ્ધ શાપર પોલીસ મથકમા બીજોે ગુનો નોંધવામા આવ્યો છે.
આ બનાવની વધુ વિગતો મુજબ 62 વર્ષીય વૃદ્ધએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ રવજી સોલંકી (રહે. માધાપર ચોકડી, રાજકોટ) અને પ્રીતિ ઘેટીયા (રહે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં પાન એન્ડ કોલડ્રીક્સ નામની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે, પુત્રી 33 વર્ષની છે. તેઓ તેમના ભાઈ સહિતના પરિવારજનો સંયુક્ત કુટુંબમાં રહે છે. તેઓની દિકરી વર્ષ 2022 માં રંગપર ગામમા આવેલ વિપશ્ય શિબીરમાં ગયેલ હતી. ત્યારે રાજકોટમાં સાધુવાસવાણી વિસ્તારમાં રહેતા પ્રિતીબેન ઘેટીયા સાથે તેને પરીચય થયેલ હતો.
તેઓ બંને એકબીજાના ઘરે આવતા જતા હતા. ફરીયાદીનાં દિકરીના તા.23/11/2025 ના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલની બાજુમાં ફ્રેશટોન પાર્ટી પ્લોટ ખાતે લગ્નનુ આયોજન કરેલ હતુ. ગઇ તા.22 ના તેઓની દિકરીની સગાઇ કેશટોન પાર્ટી પ્લોટ ખાતે રાખેલ હતી. બીજા દિવસે તા.23 ના રોજ ક્રેશટોન પાર્ટી પ્લોટ ખાતે લગ્નનુ આયોજન રાખેલ હતુ. ફરીયાદી તેમજ અન્ય સગા સંબંધી દીકરીના લગ્નમાં હાજર હતા અને તેના લગ્ન ચાલુ હોય તે વખતે રાતના આઠેક વાગ્યાની આસપાસ પ્રિતીબેન ઘેટીયા તથા તેમના મિત્ર મુકેશ સોલંકી ત્યાં પાર્ટી પ્લોટે આવેલ અને દિકરી તેમજ જાનૈયા હતા.
ત્યાં આવી બન્ને જણા દિકરીને કહેવા લાગેલ કે, તુ તારા લગ્ન મંડપમાંથી બહાર નીકળી જા, જો બીજા કોઇ જોડે લગ્ન કર્યા તો તારૂૂ મર્ડર કરી નાખીશું, તેમ કહી મુકેશે તેઓના જમાઈ કહેલ કે, મારે આ ક્ધયા સાથે ઘણા સમયથી સંબંધ છે, તેમ કહી દિકરી વિશે ખરાબ વાતો કરી બધા સાંભળે તેમ ગાળો બોલવા લાગેલ હતો.ફરીયાદીએ વચ્ચે પડી બંને આરોપીને ગાળો નહી બોલી અંહીથી જતા રહેવા માટે સમજાવતા બન્ને તેઓને પણ ગાળો આપી કહેવા લાગેલ કે, ડોશા તારી દિકરીના બીજા કોઈ જોડે લગ્ન કર્યા છે, તો જીવતો પતાવી દઈશ તેમ કહેલ અને દેકારો થવા લાગતા આ બન્ને જણા પાર્ટી પ્લોટથી જતા રહેલ હતાં.
બંને આરોપીએ ફરીયાદીની દિકરી વિશે ખરાબ વાતો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને પાર્ટી પ્લોટમાં દેકારો થવા લાગતાં જમાઈ તથા તેમના પરીવારના સભ્યોએ દિકરી સાથે લગ્ન નહી કરવાનો નિર્ણય લઇ તેઓ ત્યાંથી જતા રહેલ હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.