ઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરી
કેન્દ્રના જીએસટી વિભાગના બે અધિકારીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદ
ટેક્ષ ન ભરવો પડે માટે બન્ને પેઢીએ મિલકત પણ બારોબર વેચી નાખી
રાજકોટના જાણીતા વેપારી ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચ ડિરેક્ટર્સે અને એસ્ટ્રોનચોકમાં કિંગ્સ પ્લાઝામાં ઓફીસ ધરાવતા બિલ્ડીંગ મટિરિયલ સપ્લાય કરતા વેપારી સામે આર્થિક ગુના નિવારણ શાખામાં કેન્દ્રના જીએસટી વિભાગના બે અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચ ડિરેક્ટર્સે રૂૂ.28.20 કરોડની ટેક્સચોરી કરી મિલકત વેચી નાખ્યાની તેમજ બિલ્ડીંગ મટિરિયલ સપ્લાયર શિવામ્ય એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા પ્રા.લી.ના ડિરેક્ટરે યોગેશ પ્રેમજી સુવારીયાએ પણ રૂૂ.7.15 કરોડની ટેક્સચોરી કરી મિલકત વેચી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચ ડિરેક્ટર્સે રૂૂ.28.20 કરોડની ટેક્સચોરી કર્યાની ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી ફરિયાદમાં રેસકોર્સ રિંગ રોડપર આવેલી રાજ્ય વેરા કમિશનર કચેરીના રાજ્ય વેરા અધિકારી સંદિપ ભીમાભાઈ ચાવડાએ આરોપી તરીકે ગોંડલ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલી ઇંગલ મોટર્સ પ્રા.લી.ના ડિરેક્ટરો મનીપ રસિક બાવરિયા, રસિકલાલ દામજી બાવરિયા, જયેન્દ્ર રસિક બાવરિયા, દિનેશ રસિક બાવરિયા અને કંચન રસિક બાવરિયાના નામ આપ્યા હતા. વેરા અધિકારી ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇગલ મોટર્સ પ્રા.લી. કોમોડિટી તથા ફોર વ્હિલ અને તેના પાર્ટસ, ટાયર-ટ્યૂબ અને એસેસરીઝનો વેપાર કરે છે.
નાણાકીય વર્ષ 2008-09થી નાણાકીય વર્ષ 2014-15ના સમયગાળા દરમિયાન વેટ-સીએસટી કાયદા હેઠળ આકારણી કરવામાં આવી હતી, જે મુજબ ગુજરાત સરકારને ભરવાનો થતો વેટ રૂૂ.28,10,48,035 તથા કેન્દ્ર સરકારને ભરવાનો તો સીએસટીની રકમ રૂૂ.10.42,388 મળી કુલ શ.28,20,90,423 તથા ચડત વ્યાજ વસુલવાનું હોય આ પ્રોપર્ટી સરકાર હસ્તગત કરી નાણાં વસૂલાત કરી શકે નહીં તે માટે તે પોપર્ટી અન્યને વેચી નાખી હતી. આ મામલે ઇગલ મોટર્સના મનીષ બાવરિયા સહિત પાંચેય આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ સી.બી.જાડેજાએ વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી ફરિયાદ રાજ્ય વેરા અધિકારી અમીનશા ચમનશા શાહમદારે નોંધાવી હતી. જેમાં એસ્ટ્રોનચોકમાં કિંગ્સ પ્લાઝામાં 703 નંબરની ઓફીસ ધરાવતા અને શિવામ્ય એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા પ્રા.લી.નામે બિલ્ડીંગ મટિરિયલનો વ્યવસાય કરતા સાધુવાસવાણી રોડ ઉપર અજંતા પાર્ક શ્રીમદીપ મકાનમાં રહેતા યોગેશ પ્રેમીજીભાઈ સુવારીયાએ રૂૂ.7.15 કરોડની ટેક્સચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
યોગેશ પ્રેમજી સુવારિયા શિવામ્ય એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પ્રા.લી.ના સંચાલકો લોખંડ, સિમેન્ટ સહિત બિલ્ડિંગ મટિરિયલ્સનો વેપાર કરે છે. વર્ષ 2007-08, 2010-11 અને 2011-12ના સમયગાળા દરમિયાન આકારણી કરવામાં આવતાં આ પેઢીએ રાજ્યસરકારને વેટના રૂૂ.4,23,41,977 તથા કેન્દ્ર સરકારને સીએસટીના રૂૂ.2.91.66,966 ભરવાના થતા હતા, પરંતુ પેઢીના સંચાલકોએ રકમ ચૂકવી નહોતી. એટલું જ નહીં તેમને અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી છતાં તેનો જવાબ આપ્યો નહોતો અને સરદારનગરમાં એસ્ટ્રોન ચોક પાસે કિંગ્સ પ્લાઝામાં આવેલી પેઢીની પ્રોપર્ટી સરકાર હસ્તગત કરીને નાણા વસૂલે નહીં તે માટે તે પ્રોપર્ટી બારોબાર વેચી નાખી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી યોગેશ સુવારિયાની શોધખોળ શરૂૂ કરી હતી.