For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીના સ્મશાનમાં તાંત્રિક વિધિ, નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો

12:30 PM Oct 16, 2024 IST | Bhumika
ધોરાજીના સ્મશાનમાં તાંત્રિક વિધિ  નવા કાયદા મુજબ પ્રથમ ગુનો નોંધાયો
Advertisement

રાજ્યમાં અવાર નવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ ધ્યાને આવી રહ્યાં છે. ક્યાંક ભૂવાઓ તો ક્યાંક તાંત્રિકઓ અંધશ્રદ્ધાના નામે લોકોને ઉંધા રવાડે ચડાવે છે. જેઓ લોકો સાથે પૈસાની અને જિંદગીની બંન્ને રમત રમે છે. જેમાં અંતે ભૂવા જોડે આવેલા માણસને પસ્તાવા સિવાય કશુ જ વધતુ નથી. ત્યારે પબેલગામથ થેયેલા વધુ એક તાંત્રિકનો વીડિયો સામે આવ્યો છે.ધોરાજી નગરપાલિકા સંચાલિક સ્મશાનમાં તાંત્રિકવિધિનો એક વીડિયો વાયરલ થયો છે.પરંતુ જે વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ સ્મશાનની રાખ સાથે તાંત્રિકવિધિની પરમતથ રમી રહ્યો છે.આ ઘટનામાં વાયરલ વિડીયોને આધારે રાજ્યમાં પ્રથમ ધોરાજી સીટી પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

ધોરાજીમાં સ્મશાનમાં એક ઇસમ તાંત્રિકવિધિ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, સ્મશાનમાં અજાણ્યા યુવકે અગ્નિદાહના ખાટલા પર બેસીને તાંત્રિકવિધિ કરી કહ્યો છે. જે એક કાળા કલરની પોટલી લઈને સ્મશાનના ખાટલા બેસે છે ત્યારબાદ થોડીવાર પછી તે ખાટલાની સામેની તરફ બેસે છે અને કંઈ મંત્રોચાર જેવું બોલી રહ્યો હોય છે.

Advertisement

આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ,ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાની રાહબરીમાં ધોરાજી સીટી પીઆઇ આર.જે. ગોધમ, પી.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો દ્રારા સોશીયલ મીડીયામાં વાઇરલ થયેલ વિડીયો અંગે અંગત બાતમીદાર દ્વારા તાંત્રીક વિધી કરી અંધશ્રધ્ધા ફેલાવી લોકોમાં ભયનું વાતવરણ ઉભું થાય તેવુ કૃત્ય કરનાર અશ્વીનભાઇ ગોપાલભાઇ મકવાણા (રહે.રેલ્વે સ્ટેશન રોડ, ભાદર કોલોની લાલાલજપતરાય કોલોની, વાલ્મીકીવાસ, ધોરાજી)ને ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરતા તેમણે ધોરાજી નગરપાલિકાન સ્મશાન ગૃહમા અગ્રીદાહ દેવાના ખાટલા સામે બેસી તાંત્રીક વિધી કરતો હોવાનું તથા અલગ અલગ કાળા જાદુઓની શક્તિઓ ધરાવી ડોળ કરતો હોવાનું જણાવ્યું હતું.
જે શખ્સેને ગણતરીની કલાકોમાં ઝડપી તેની વિરુધ્ધTHE GUJARAT PREVENTION AND ERADICATION O HUMAN SAERIFICE AND OTHER INHUMAN EVIL AND AGHORI PRACTICES AND BLACKMAGIC ACT-2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નવા કાયદા મુજબ આરોપીને સાત વર્ષની સજા, 50 હજારના દંડની જોગવાઈ
અંધશ્રદ્ધા ફેલાવા અંગે બ્લેક મેઝીક એકટ-2024ના નવા કાયદાની જોગવાઇની કલમ-3 મુજબ છ માસથી લઇને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઇને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે.આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement