સરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઊન ભરેલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો, ડ્રાઈવર અને ક્લીનર સહિત છ શખ્સો નાસી છૂટ્યા
ગુજરાતમાં દારૂૂબંધીના દાવા વચ્ચે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી રૂૂ. 1 કરોડ 20 લાખનો દારૂૂ ઝડપાયો છે અને એમાં પણ ચોંકાવનારી વાત એ છે કે, સ્થાનિક સરખેજ પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દારુનો જથ્થો ઝડપી પડ્યો હતો. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. તેણે 1.20 કરોડ રૂૂપિયાનો દારૂૂ પકડી પાડ્યો હતો. દારૂૂનો આ જંગી જથ્થો ઉનની આડમાં જતો હતો. પોલીસે પકડેલા જંગી જથ્થામાં દારૂૂની 53369 જેટલી બોટલ કબજે કરવામાં આવી હતી. દારૂૂની આ બોટલને ઊન ભરેલી થેલીઓની આડમાં છૂપાવવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, કરોડો રૂૂપિયાના દારૂૂ ભરેલું એક ક્ધટેનર અમદાવાદના સરખેજ વિસ્તારમાં પસાર થવાનું છે, જે બાદ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી ઇન્ચાર્જ ડીવાયએસપી આર.જી. ખાંટના માર્ગદર્શન હેઠળ પી.આઈ પી.પી.બ્રહ્મભટ્ટની ટીમે સરદાર પટેલ રિંગ રોડ પર બકરોલ ટોલ પ્લાઝા નજીક ટ્રકમાં દરોડા પાડ્યા હતા. દારૂૂના જંગી જથ્થા સાથે ટ્રકને પડકી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રક ડ્રાઇવર, ટ્રક માલિક સહિત છ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસ સરખેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
હવે વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂૂ કરાઈ છે. ગુજરાતમાં દારૂૂબંધી વચ્ચે રાજ્યના વચ્ચોવચ સ્થિત અમદાવાદ શહેરમાં આટલી મોટી માત્રામાં કરોડો રૂૂપિયાનો દારૂૂ કઈ રીતે પહોંચ્યો? તે હાલ તપાસનો વિષય છે. અધધ 1.20 કરોડ રૂૂપિયાનો દારૂૂ છેક શહેરની અંદર ઘૂસી ગયો હોવા છતાં સ્થાનિક સરખેજ પોલીસને જરા પણ ભાળ નથી લાગી અને તે ઘોર નિદ્રામાં ઊંઘતી હોય તેવી પરિસ્થિતિ હાલ સામે આવી છે. કારણ કે સરખેજ પોલીસના હદમાંથી આટલી મોટી માત્રામાં દારૂૂ પસાર થઈ રહ્યો હતો અને તેને સરખેજ પોલીસે નહીં પણ સ્ટેટ મોનીટરીંગ સેલે પકડ્યો છે અને સફળતા પણ મેળવી છે.