સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા તલાલાના શખ્સે પોત પ્રકાશ્યું, મેડિકલની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યુ
શરીર સંબંધ બાંધ્યો તેનો વીડિયો બનાવ્યા બાદ મિત્રોને બતાવ્યો, ડીલીટ કરવાનું કહેતા આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો
સોશ્યલ મીડીયા થકી નરાધમો દ્વારા તરુણી અને યુવતીઓનો સંપર્ક કરી તેમની સાથે મીઠી મીઠી વાતો કરે અને બાદમા લગ્નનુ વચન આપી વિશ્ર્વાસમા લીધા બાદ તેમની પર દુષ્કર્મ ગુજારી તરછોડી દેવામા આવતી ઘટનાઓ અનેકવાર પોલીસ ચોપડે નોંધાઇ છે ત્યારે વધુ એક આવી જ ઘટના રાજકોટ શહેરમા બની છે.
રાજકોટમા મેડીકલનો અભ્યાસ કરતી એક યુવતીને તલાલાનાં શખ્સે પ્રેમ જાળમા ફસાવ્યા બાદ તેમની પર મવડી વિસ્તારમા આવેલી રોયલ સીલ્વર હોટલમા અને રાજકોટ એસટી બસ પોર્ટની પાછળ શિવ શકિત હોટલમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી બ્લેક મેઇલ કરી બાદમા તરછોડી દેતા બી ડીવીઝન પોલીસ મથકમા આરોપી વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે. વધુ વિગતો મુજબ રાજકોટમાં રહેતી અને મેડીકલ લાઇનમાં અભ્યાસ કરતી 27 વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી તાલાલા ગીરના શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા નામના શખ્સે હોટલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરી, વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી,તરછોડી દીધાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બી ડીવીઝન પોલીસે આ મામલે સામા કાંઠા વિસ્તારમાં રહેતી 27 વર્ષિય યુવતીની ફરિયાદ પરથી શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા (રહે. તાલાલા ગીર, ગીર સોમનાથ) સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે સામા કાંઠા વિસ્તારમાં રહેતી યુવતી હાલ મેડીકલનો અભ્યાસ કરે છે. તેનો કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા મારફતે આરોપી શૈલેષ ઉર્ફે રિષી સાથે સંપર્ક થયો હતો.બાદમાં બંને વાતચીત કરવા લાગ્યા હતાં. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટમાં હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં યુવતીનો ફોનમાં વીડિયો પણ ઉતારી લીધો હતો.ત્યારબાદ યુવતી રિલેશન માટે આનાકાની કરે તો તેને વીડિયો વાયરલ કરવાનું કહી બ્લેકમેઈલ કરતો હતો અને અવારનવાર હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવતો હતો.
બીજી તરફ આરોપી ફોનમાં ઉતારેલો વીડિયો તેના મિત્રોને બતાવતો હોવાથી આ અંગે જાણ થતાં યુવતીએ તેને વીડિયો ડિલીટ કરવાનું કહ્યું હતું છતાં આરોપીએ વીડિયો ડિલીટ નહીં કરી ઉલ્ટાની યુવતીને મારકૂટ કરી હતી તેમજ લગ્નની ના પાડી દેતા અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પીઆઈ સુધીર રાણે, સંદીપભાઇ અવાળીયા અને હીતેશભાઇ કોઠીવાળ સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.