વેરાવળમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
11:12 AM Nov 26, 2025 IST | Bhumika
જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા 60,166નો મુદ્દામાલ સીઝ કરાયો
Advertisement
ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ની સુચના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેરાવળ શહેર આકસ્મિક તપાસણી કરતા શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા રૂૂ. 60,166 નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદા ના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ (શહેર) ફિશરીઝ કોલેજ વેરાવળની સામે ઘઉં-176 કિ.ગ્રા., ચોખા-194 કિ.ગ્રા., રિક્ષા-1 એમ કુલ મળી રૂૂા.60,166/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.
Advertisement
Advertisement