કોડીનાર-વેરાવળ હાઇવે પર બોલેરો પલટી જતા શંકાસ્પદ અનાજનો જથ્થો રોડ ઉપર વિખેરાયો
કોડીનાર- વેરાવળ નેશનલ હાઇવે ઉપર ગત રાત્રિના 10:30 વાગ્યા આસપાસ એક શંકાસ્પદ અનાજ ભરેલો બોલેરો નં GJ 11 x 8377 અંબુજાનગર પાસે નવાગામ ના પાટીયા નજીક આકસ્મિક પલટી ખાઈ ગઈ હતી જેમાં ત્રણ સવાર લોકો ને સામાન્ય ઇજા થઈ હતી જેને 108 મારફતે રા.ના.વાળા હોસ્પિટલ કોડીનાર ખાતે લઈ જવામાં આવ્યા હતા આ બોલેરો ની અંદર શંકાસ્પદ ઘઉં અને ચોખા અનાજનો જથ્થો હતો જે ગણતરીની મિનીટ માં અન્ય વાહનમાં ટ્રાન્સફર કરી અને સગેવગે કરી લેવામાં આવ્યો હતો અકસ્માત પામેલી બોલેરો માં સરકારી રેશનીંગનો અનાજનો જથ્થો હોવાની જાણ તંત્રને થતા રાત્રિના નાયબ મામલતદાર કોડીનાર વિજયસિંહ પણ સ્થળ ઉપર આવ્યા હતા પણ ત્યાં સુધીમાં તો અનાજનો જથ્થો અન્ય ગાડી નંબર GJ 16 AU 7622માં ભરીને તાત્કાલિક રવાના કરી દેવાયો હતો અને સ્થાનિક તંત્રના હાથમાં કોઈ આવ્યું ન હતું અન્ય ગાડી છે તે અનાજ ભરી અને નીકળી ગઈ હતી તેની તંત્રને ભાળ મળી નથી. આ બોલેરો ગાડી ડોળાસા તરફ થી સરકારી અનાજ રેશનિંગ નો માલ ભરી અને આવતી હતી અને પ્રાંસલી કે પ્રાંચી જતી હોવાનું આધારભૂત સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
ત્યારે કોડીનાર તાલુકામાં ડોળાસાને સેન્ટર પોઇન્ટ બનાવીને રેશનીંગ નો જથ્થો સગે વગે કરવાનું મોટું કારસ્તાન ચાલી રહ્યું હોવાની શક્યતા નકારી શકાતી નથી તંત્ર ઈજા પામેલા શખ્સોને તેમજ વાઇરલ થયેલા વિડીયોના આધારે તપાસ કરીને તેમના મૂળ સુધી પહોંચે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે છે. અત્રે ઉલ્લેખનીય છેકે નેશનલ હાઈવે ઉપર બનેલી અકસ્માતની ઘટના દરમિયાન 108 મારફતે ઇજાગ્રસ્તને લઈ જવાયા હતા, લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ સ્ટાફ સ્થળ ઉપર આંટો મારવા પણ ના આવી અને વધુમાં તો ઇજાગ્રસ્ત થયેલા યુવાનો રા.ના.વાળા હોસ્પિટલમાંથી તાત્કાલિક રજા લઈ અને અન્યત્ર જગ્યાએ નાસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે તે પણ કંઈક અચરજ પમાડે એવું કોઈ જો તંત્ર આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો કેટલાક મોટા રેશનીંગ માફિયાઓ સુધી આ ઘટનાની કડીઓ જોડાઈ શકે તેવું હાલ તો કોડીનાર તાલુકામાં લોક મુખ્ય ચર્ચા કરી રહ્યું છે.