સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયું
સુરેન્દ્રનગર પોલીસે બે મોટા દારૂૂના બુટલેગરો વિજય કાઠી અને નરેન્દ્ર જલુનું જાહેરમાં સરઘસ કાઠ્યું. આ કાર્યવાહી મહિલા પોલીસની ટીમે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ દરોડા પાડીને તેમના બેંક એકાઉન્ટ્સ, દસ્તાવેજો અને અન્ય સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં દારૂૂના વેચાણને અંકુશમાં લેવા માટે પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે. તાજેતરમાં પોલીસે બે મોટા દારૂૂના બુટલેગરો વિજય કાઠી અને નરેન્દ્ર જલુનું જાહેરમાં સરઘસ કાઢીને ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે. આ ઘટના શહેરના 80 ફૂટ રોડ પર બની હતી. આ કાર્યવાહી મહિલા પોલીસની ટીમે કરી હતી. જેમણે આરોપીઓને પકડીને તેમનું સરઘસ કાઢ્યું હતું આરોપીઓને જાહેરમાં ફેરવીને પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય કાઠી સામે પોલીસ ચોપડે કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં 10 પ્રોહિબિશનના અને 3 મારામારીના ગુનાઓનો સમાવેશ થાય છે. અગાઉ પણ જખઈ દ્વારા રૂૂપિયા 1.78 કરોડનો દારૂૂ પકડવામાં આવ્યો હતો. જેમાં વિજય કાઠી વોન્ટેડ હતો. અન્ય આરોપી નરેન્દ્ર જલુ સામે પણ બે ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે આરોપીઓના ઘરે પણ દરોડા પાડીને તેમના બેંક એકાઉન્ટ્સ, દસ્તાવેજો અને અન્ય સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસનો મુખ્ય હેતુ તેમની ગુનાહિત સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવાનો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થવાની અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુધારવાની આશા છે. આ પ્રકારના પગલાંથી સમાજમાં ગુના સામે કડક વલણ અપનાવવાનો સંદેશ પણ ફેલાય છે.