સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી
સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ લેવાના બહાને સંપર્કમાં આવેલ શ્રીલંકન મહિલાએ ઓળખાણ કેળવી હતી. બાદમાં ડોક્ટરના ફોટા મોર્ફ કરી સોશિયલ મીડિયામાં મૂકી ટ્રેનિંગના 2.46 લાખ પરત આપવા માગ કરી મેસેજ કરી માનસિક હેરાન કરતા હતા. જ્યારે ડોક્ટરની પ્રતિષ્ઠા ખરડાય માટે મોડિફાય કરેલા ફોટા સોશિયલ મીડિયામાં મૂકતા શ્રિલંકન યુવતી સામે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગરના સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર મનીષકુમાર રૂૂષીકુમાર પંડ્યાને શ્રીલંકાની મહિલા ઓનલાઇન ફોટામોર્ફ મોડિફાઇ કરી વાઇરલ કરીને ટ્રેનિંગના પૈસા પરત માગતી હતી.
આથી ડો.મનીષભાઇ પંડ્યાએ સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ફેડરેશન ઓફ ઓસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજીસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા ફોગશી સંસ્થાનું સેન્ટર તેમની મહાવીર હોસ્પીટલમાં છે. જ્યાં વિદ્યાર્થીઓને તાલીમ અપાય છે. 4-2-2024 દરમિયાન ભુવનેશ્વર અરસામાં ઇન્ડિયન સોસાયટી ઓય આસિસ્ટન્ટ કોન્ફરન્સમાં ટ્રેનિંગ સેશનમાં ટિચિંગ ફેકલ્ટી તરીકે ભાગ લેવા મનીષભાઇ ગયા હતા. જ્યાં શ્રીલંકાથી ઇન્ટરનેશનલ ડેલિગેશન તરીકે આવેલ ડો.દિપાલી જસિંધે સંપર્કમાં આવ્યા હતા. તેમણે મનીષભાઇ પાસે તેમની હોસ્પિટલમાં ઓબ્સર્વેશન માટે આવવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
બાદમાં સુરેન્દ્રનગર આવતા શ્રીલંકાથી ડો.દિપાનીએ તેમનો સપર્ક કરી તેમની હોસ્પિટલમાં આઇવીએફ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામમાં ભાગ લેવા આવવા જણાવતા ડો.પ્રતિક શાહનો સંપર્ક કરી આઇવીએફ પ્રોગ્રામમાં ભાગ લેવા વાત કરવા કહ્યું. 6 એપ્રિલે તેમને વાત કરી ડો.દિપાનીને 17 મેથી 30 મે સુધી હોસ્પિટલમાં પ્રોગ્રામમાં આવવા જણાવ્યું હતું. બાદમાં 16થી 31 મે સુધી ડો.દિપાની મહાવીર હોસ્પિટલમાં આઇવીએફ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામમાં આવ્યા હતા. 15 દિવસ સુધી રહ્યા હતા.બાદમાં શ્રીલંકા પહોંચ્યા બાદ બેંક ખાતામાં 2,46,587 જમા કરાવ્યા હતા.
બાદમાં એકેડમિક મટિરિયલ મોક્યા બાદ ડો.દિપાનીએ મનીષભાઇને વ્હોટસએપમાં મોડિફાય કરેલા ફોટા મોકલી મારા હૃદયને તમારા ફોટા સાથે પ્લે કરવું ગમે છે એમ કરી લખાણ મોકલતા અને મારા પતિ બહુ રાઉડી છે અને દામ્પત્ય જીવનમાં તકલીફ હોઇ મેસેજ કરતા. આથી ડો.મનીષે તેમને બ્લેક લિસ્ટ કર્યા હતા. બાદમાં ડો.દિપાની તેમના સાથી ડોક્ટર અને અન્ય લોકોને પણ તેમના મોર્ફ કરેલા ફોટા મોકલી ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી અને વીડિયો કોલ કરી માફી માગવા દબાણ કરવા લાગ્યા હતા.
બાદમાં મિત્રવર્તુળમાં પણ મોર્ફ કરેલા માથાથી કમર સુધીના કપડા પહેર્યા વગરના ફોટા મૂકી સેક્સ્યુઅલ કેસમાં ફસાવી દેવા મેસેજ કરી હેરાન કરતા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાથી મિત્રવર્તુળ અને સોશિયલ મીડિયામાં મૂકી કોમેન્ટો કરી માનસિક હેરાન કરતા હતા. આથી ત્રાસીને સાયબર ક્રાઇમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.