સુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડી
રાજકોટના સોની વેપારીનું રૂૂા. 31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરને ગ્રાહક છેતરપીંડી કરી ઓળવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉધારમાં સોની વેપારી પાસેથી સોનાના બે બિસ્કીટ અને નેકલેસ ઉધારમાં લઈ જઈ પેમેન્ટનો સમય આવતાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કોઠારિયા ગામમાં નચિકેતા હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેલેસ રોડ પર ટંકારા કોમ્પલેક્ષમાં એનેક્ષ ગોલ્ડ નામની દુકાન ધરાવતા કિશનભાઈ કાકડીયા (ઉ.વ.28)એ સુરેન્દ્રનગરમાં રહેતા હર્ષ દિપક સીનોજીયા સામે રૂૂ.31.77 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કિશને જણાવ્યું છે કે ગઈ, તા.ર6ના રોજ મિત્ર ડેનીશ ગોધાણીએ કોલ કરી કહ્યું કે આરોપી તેનો મિત્ર છે. તેની દુકાને સનુનાદાગીના લેવા આવશે.
બપોરે આરોપી તેની દુકાનેથી બે સોનાના નેકલેશ લઈ ગયો હતો. તે વખતે કહ્યું કે એક નેકલેશ રાખી તેનું પેમેન્ટ આપી દઈશ. બીજા દિવસે આરટીજીએસથી એક નેકલેશના રૂા 8.87 લાખ ચુકવ્યા હતા. બીજુ નેકલેશ પરત આપ્યું ન હતું. બાદમાં ગઈ તા.1ના રોજ આરોપી ફરીથી તેની દુકાને આવી 100 ગ્રામ વજનનું રૂા12.07 લાખની કિંમતનું સોનાનું બિસ્કીટ લઈ ગયો હતો. બીજા દિવસે રૂા.12.19 લાખની કિંમતનું બીજું બિસ્કીટ લઈ ગયો હતો. સાંજ સુધીમાં રૂા.25 લાખ આપવાની વાત કરી હતી. પરંતુ મોડી રાત સુધી પેમેન્ટ કર્યું ના હતું.
આરોપીને બીજા દિવસે કોલ કરતાં અઠવાડિયામાં પેમેન્ટ કરાવી આપવાની વાત કરી હતી. આ પછી આરોપીએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. આ રીતે સોનાના બે બિસ્કીટ અને નેકલેશના રૂા.31.77 લાખ નહીં ચુકવતાં આખરે તેના વિરૂૂધ્ધ આજે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ શરુ કરી છે.