For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત: માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ઘરપકડ, ગુજરાત છોડે તે પહેલા જ અમદાવાદથી દબોચી લીધો

10:37 AM Oct 11, 2024 IST | Bhumika
સુરત  માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ઘરપકડ  ગુજરાત છોડે તે પહેલા જ અમદાવાદથી દબોચી લીધો
Advertisement

સુરતના માંગરોળમાં થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં વધુ એક ત્રીજા આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એક આરોપીનું ગઈ કાલે (10મી ઓક્ટોબર) મોત થયું હતું. જ્યારે આજે ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશનેથી રામ સજીવનની ધરપકડ કરી છે. તે ગુજરાત છોડીને ભાગી જવાના મુડમાં હતો. મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળી હતી. તેના આધારે રેલવે એલ.સી.બી. પી. આઇ. હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી ખાતેથી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને સુરત ખાતે લાવવાની તપાસ હાથ ધરી છે.

Advertisement

સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી ગયો હતો. ત્યાર બાદ 10 ઓક્ટોબરે બપોર બાદ શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થતા સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ત્યારે આજે ત્રીજા આરોપી રાજુને જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા અમદાવાદ રવાના થઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement