For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મીની ધરપકડ

11:30 AM Jul 30, 2025 IST | Bhumika
સુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં rbl બેંકના 8 કર્મીની ધરપકડ

મલેશિયા અને ક્યુબાથી ચાઈનીઝ ગેંગ સંચાલિત સાઈબર ફ્રોડમાં આરબીઈએલ બેંકના એરિયા મેનેજર, ઓપરેશન હેડ સહિત આઠ કર્મચારીઓએ 164 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 1550 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા

Advertisement

સુરતમાં પકડાયેલ સાઈબર ફ્રોડમાં મલેશિયા અને ક્યુબાથી ચાઈનીઝ ગેંગ મારફત સંચાલિત થયું હોવાનું ખુલ્ય બાદ રૂૂ. 1,550 કરોડના સાઈબર ફ્રોડમાં આરબીઈએલ બેંકના એરિયા મેનેજર, ઓપરેશન હેડ સહિત આઠ કર્મચારીઓની ગુનાહિત સંડોવણી મળતાં પોલીસે ધરપકડ કરી હતી. આ બેંક કર્મચારીઓ અને અધિકારીઓઓ કૌભાંડીમાં 0.20થી 0.25 ટકાના ભાગીદાર હોવાનું તપાસમાં ખુલ્યું છે. સુરતને હચમચાવી નાખનારા 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં આરબીઈએલ બેંકની સુરત શહેરની ત્રણ શાખાઓ સહારા દરવાજા, બેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉધના પોલીસે ત્રણેક મહિના પહેલાં મિત પ્રવીણ ખોખાર (ઉં.વ. 25, રહે. વ્રજરત્ન રેસિડન્સી, વ્રજચોક, સરથાણા જકાતનાકા- મૂળ પાંચટોમરા, ગારિયાધર, ભાવનગર)ની કરેલી ધરપકડ સાથે સુરતમાંથી સાઇબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. જેમાં કિરત વિનોદ જાદવાણી, મોટા વરાછામાં રાજ ટેક્સ્ટાઇલ ટાવરમાં ઓફિસ ધરાવતા સારોલી વૃંદા વિનોદ જાધવાણી (રહે. ગોપીનાથનગર, લજામણી ચોક) અને દિવ્યેશ જિતેન્દ્ર ચક્રાણી (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, એકે રોડ, વરાછા) ભાગીદારીમાં આખું રેકેટ ચાલતું હતું. ક્યુબાના નંબરનો ઉપયોગ કરી મલેશિયાથી નેટવર્ક ચલાવતા રિચપે નામથી આઈ.ડી. ધરાવતા શખ્સ માટે કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં જ આ ટોળકીએ ચાઇનીઝ સાઇબર માફિયાને 165 બેંક એકાઉન્ટ્સ આપ્યા હતા. જે કૌભાંડ 1,550 કરોડની ઉપરનું હોવાનું બહાર આવ્યું હતું. વૃંદા જાધવાણી અને દિવ્યેશ ચકરાણી તો ભાગી છૂટ્યા છે, પરંતુ કિરત જાધવાણીની ધરપકડ સાથે જ આરબીએલ બેંકના આઠ કર્મચારીઓ તેની માટે એકાઉન્ટ દીઠ તથા ટ્રાન્ઝેક્શન દીઠ ભાગીદાર તરીકે કામ કરતું હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો.

Advertisement

પોલીસ દ્વારા કરાયેલા ખુલાસા મુજબ, આ કૌભાંડમાં કુલ 164 કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 1550 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યવહારો દેશભરના 50 લાખથી પણ વધુ સેવિંગ અને કરંટ એકાઉન્ટમાંથી કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન 100થી લઈને લાખો રૂૂપિયા સુધીના હતા. પોલીસે જણાવ્યું છે કે, આ તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી (બેટિંગ), ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હતા.

એકાઉન્ટ ખોલવામાં સરળતા રહે તે માટે નેન્સીને બેંકમાં નોકરીએ રખાઈ
નેન્સી ગોટી પહેલાં કિરતની ઓફિસમાં જ નોકરી કરતી હતી. પોતાની ગેંગનો મેમ્બર આરબીએલ બેંકમાં હોય તો કામ સરળતાથી કરી શકાય અને આખો પ્લાન પાર પડે તેવો વિચાર વૃંદાએ ભાઇ કિરતને કહેતાં તેમણે પોતાની સાથે સંડોવાયેલા બેંકના અરુણ ઘોઘારીને વાત કરતાં તેણે જ નેન્સીનો ઇન્ટરવ્યૂ લઇ વરાછા શાખામાં ગોઠવી દીધી હતી. 89 બેંક એકાઉન્ટ પૈકી નેન્સીએ જ 26 એકાઉન્ટ ઓપરેટ કર્યા હતા. એક એકાઉન્ટ દીઠ નેન્સી 25 હજારનું કમિશન લેતી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement