For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી

06:12 PM Feb 07, 2025 IST | Bhumika
અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી

આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નરબલી ચઢાવી રહ્યો છે. તંત્ર-મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચઢાવી દીધી, આ કંપાવનારો બનાવ યુપીમાં બન્યો હતો. રાજધાની લખનઉમાં 8 વર્ષની બાળકીની હત્યામાં પોલીસે કંપાવનારા ખુલાસા કરીને કેસ ઉકેલી નાખ્યો છે. પોલીસે કહ્યું કે કપલે તંત્ર-મંત્ર માટે બાળકીની હત્યા કરી નાખી હતી.

Advertisement

આ કેસમાં પોલીસે પતિની પહેલા ધરપકડ કરી હતી પરંતુ તેણે લોકઅપમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો જ્યારે તેની પત્ની હાલ પોલીસ કસ્ટડીમાં છે. જુગુનુ નામની મહિલા અને તેના પતિ સોનુ પંડિત અંધશ્રદ્ધામાં રાચતા હતા અને તેઓ મેલી વિદ્યા કરતાં હતા. ત્યાર બાદ અમુક વીધિ કરી હતી જેમાં મંત્રનો જાપ કર્યો, ફૂલો અને લવિંગ ચઢાવ્યાં ત્યાર બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. કપલમાંથી પત્ની પોલીસ કસ્ટડીમાં છે જ્યારે પતિએ આપઘાત કરી લીધો છે. પોલીસને મૃતક બાળકીની લાશ એક નાળા પાસેથી મળી હતી. લાશ પાસે પાણીની બોટલ અને એક લાલ કપડું પણ મૂકાયું હતું.

જે મંત્ર-તંત્રના પ્રયોગમાં કામ લેવામાં આવ્યું હતું. હત્યા બાદ કપલે બાળકીના કપડાં પણ બદલ્યાં હતા.

Advertisement

બાળકીની હત્યા બાદ કપલ ખૂબ સાવચેત બન્યું હતું પરંતુ કહેવાય છે ને કે ગુનો કર્યાં બાદ ગુનેગાર કોઈને કોઈ પુરાવો છોડી જાય છે અને આ કેસમાં પણ આવું જ બન્યું. પોલીસને બાળકીના મોબાઈલમાંથી એવો મેસેજ મળ્યો કે જેમાં પતિ સોનુ પંડિતે કોઈને મેસેજ મોકલ્યો હતો કે તેન ફોન સર્વેલન્સ પર મૂકાયો છે અને તેની પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ મેસેજને આધારે પોલીસે પત્નીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કપલે યૌન અને સંતાન સુખ માટે તાંત્રિકના કહેવામાં આવી જઈને બાળકીની હત્યા કરી હતી. હત્યા પહેલાં વીધી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement