CGSTના સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્સ્પેક્ટર રૂા.1.25 લાખની લાંચ લેતા પકડાયા
અમદાવાદના સેન્ટ્રલ જીએસટીના સુપ્રીટેન્ડેન્ટ, ઈન્સ્પેક્ટર અને એક વચેટિયાને એસીબીએ રૂા. 1.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપીલીધા હતાં. સોની વેપારીની પેઢીમાં ઓડીટ બાદ રૂા. 35 લાખ દંડની નોટીસ કાઢવામાં આવી હતી. જે પેટે રૂા. 27000નું ચલણ દંડ પેટે ભરાવ્યા બાદ બાકીની રકમમાં સેટલમેન્ટ કરવા માટે રૂા. 1.25 લાખની લાંચ માંગી હતી. અમદાવાદના સી.જી. રોડ ઉપર ઈસ્કોન આર્કેડ પાસે રૂા. 1.25 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપીલીધા બાદ સેન્ટ્રલ જીએસટીના ઓડીટ વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ અને ઈન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રૂા. 1.25 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીઓમાં સેન્ટ્રલ જીએસટીના સુપ્રીટેન્ડન્ટ મોહમદ રિઝવાન શેખ, ઈન્સ્પેક્ટર કુલદિપ મુલચંદ કુશવાહ અને વચેટિયો ભૌમિક ભરત સોની ઝડપાઈ જતાં સોંપો પડી ગયો હતો. અંબીકા ટચના શોરૂૂમમાં, ગોલ્ડ સુક, ઇસ્કોન આર્કેડ પાસે, સી.જી.રોડ પર લાંચ લેવામાં આવી અને એસીબીએ અહીં જ ટ્રેપ કરી હતી.
ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદીની પેઢી ચલાવે છે. જે પેઢીના જુલાઇ-2017 થી માર્ચ-2023 નાં નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી શેખે નોટીસ આપેલી, જે અન્વયે આરોપી કુલદીપે ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલી અને ઓડીટને લગતા જરૂૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલા, જે કાગળો સાથે ફરીયાદી બંને અધિકારીઓને મળ્યાં હતા.
બંને બાબુઓએ હિસાબોમાં ક્ષતિ કાઢીને દંડ પેટે રૂૂપિયા 35 લાખ ભરવા પાત્ર થાય છે તેમ જણાવીને દમ માર્યો હતો. બાદમાં 27000 રૂૂપિયાનું ચલણ બનાવીને 1 લાખ 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમન એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં ખાનગી વ્યક્તિ લાંચ લેતા એસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો છે.