માળિયામાં ધો.10ના છાત્રનો આપઘાત
પિતાએ ઠપકો આપતા ગળાફાંસો ખાઇ લીધો
માળીયાહાટીના ખાતે કરુણ બનાવ બન્યો છે. જેમાં કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા પુત્રને લાગી આવ્યું હતું અને આ પગલુ ભરી લીધું હતું. પુત્રએ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે .માળિયા હાટીના ગામે રહેતા અરવિંદભાઈ ગોરાસાના નવમા ધોરણમાં અભ્યાસ કરતો મોટો પુત્ર દસમા ધોરણમાં અભ્યાસ કરવા માટે જવાનો હતો.
ત્યારે પિતા અરવિંદભાઈએ પોતાના દીકરાને ધોરણ 10 માં ભણવામાં ધ્યાન આપે તેઓ ઠપકો આપ્યો હતો. જોકે, પુત્રને ઠપકો મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મારીયાહાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વાલીઓ માટે ચેતવણીરૂૂપ કિસ્સો આ ઘટના વાલીઓ માટે એક ચેતવણીરૂૂપ છે કે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા જરૂૂરી છે, પરંતુ તેમના પર બિનજરૂૂરી દબાણ ટાળવું જોઈએ.