નવાગામ પાસેથી ચાઇનીઝ દોરીની 41 ફીરકી સાથે વિદ્યાર્થી ઝડપાયો
મકરસંક્રાતિને હવે પાંચ દિવસની વાર છે ત્યારે શહેરમા ઘાતકી ગણાતી ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા શહેર પોલીસ દ્વારા વેપારીઓને ત્યા ચેકીંગ હાથ ધર્યુ છે. ત્યારે ગઇકાલે સાંજના સમયે નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસેથી એક વિદ્યાર્થીને ચાઇનીઝ દોરીની 41 રીલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો. આ મામલે કુવાડવા પોલીસે તેમની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
વધુ વિગતો મુજબ નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટ નગર આણંદપર મેઇન રોડ પર કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ખોડુભા જાડેજા અને સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે અભિષેક દિલીપ આડેસરા નામનો 19 વર્ષનો યુવાન ત્યા ચાઇનીઝ દોરીની રીલ વેચતો જોવા મળ્યો હતો જેથી તેને પકડી લઇ તેની પાસેથી રૂ. 14000 ની 14 ચાઇનીઝ દોરીની રીલ કબજે કરી હતી અને તેમની અટકાયત કરી હતી. જયારે બીજી ઘટનામા ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ પર વેલનાથ પરા પાસે જળાશય પાર્ક ર મા મહેન્દ્ર ગોવીંદ ચારોલાને ચાઇનીઝ દોરીની 9 રીલ સાથે ઝડપી લેવામા આવ્યો હતો.