નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ મામલે પોલીસને કરેલી અરજીના આધારે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.પથ્થરમારો કરનાર ટાબરિયાએ કોઈના ઈશારે આ કૃત્ય કર્યું કે,ટીખળ કરવા કૃત્ય કર્યું તે અંગે તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના અશાંતધારો લાગુ છે તેવા વોર્ડ નંબર 2ના નહેરૂ નગર વિસ્તામાં મોડી રાતે પથ્થરમારો થતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા.
સમગ્ર ઘટના આ વિસ્તારના એક ઘરમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં આ વિસ્તાર માંથી સાયકલ લઈને પસાર થયેલ બાળકોએ ચાલુ સાઇકલે આ વિસ્તારના કેટલાક ઘર ઉપર પથ્થરો ફેક્યા હતા. બાળકોએ ચાલુ સાયકલે ઘર પર પથ્થર મારો કર્યા બાદ ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર મામલે સોસાયટી ના અગ્રણીઓ એ પોલીસને જાણ કરી હતી. બાળકોએ ટીખળ કરવા પથ્થરમારો કર્યો કે,પછી કોઈનો દોરી સંચાર હશે તે બાબતે પોલીસે તપાસ શરૂૂ કરી છે.
એક તરફ અશાંતધારાને લઇ આ વિસ્તારમાં અગાઉ વિવાદ ઉભો થયો હોય જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી. અશાંતધારો લાગુ છે તેવા વોર્ડ નંબરના એક સોસાયટીમાં બાળકોએ ચાલુ સાયકલે ઘર પર પથ્થર ફેંક્યા હોય જેના સીસીટીવી સોશિયલ મીડિયા માં વાયરલ થયા છે,આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે પણ આ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.