વેરાવળમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો, ટેન્કરમાં છૂપાવેલ 450 પેટી દારૂ પકડાયો
ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં વિદેશી દારૂૂની હેરાફેરી અટકાવવા માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના હુડકો સોસાયટી વિસ્તારમાં એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા દારૂૂના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુડકો સોસાયટી વિસ્તારમાં ટેન્કર ઝડપી પાડીને ઇંગ્લિશ દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દારૂૂનો આ જથ્થો એટલો મોટો હતો કે, પોલીસની ગણતરી મુજબ 450 પેટીથી પણ વધુ વિદેશી દારૂૂ પકડાયો છે, જેની અંદાજિત કિંમત લાખો રૂૂપિયામાં થવા જાય છે.
આ દરોડા દરમિયાન, દારૂૂના જથ્થા સાથે સંકળાયેલા ત્રણથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. એસએમસીની આ કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે અને જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી છે.