For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેમ્પ ડયુટી કૌભાંડનો પર્દાફાશ, રાજકોટના 18 આસામીઓને રૂપિયા 1.07 કરોડનો દંડ

05:49 PM Jun 26, 2025 IST | Bhumika
સ્ટેમ્પ ડયુટી કૌભાંડનો પર્દાફાશ  રાજકોટના 18 આસામીઓને રૂપિયા 1 07 કરોડનો દંડ

બાંધકામ ઓછુ બતાવી સરકારને ધુંબો મારવાનો કારસો

Advertisement

રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલા મોટા સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાંધકામ ક્ષેત્રે બિલ્ટઅપને બદલે કાર્પેટ વિસ્તાર મુજબ દસ્તાવેજ નોંધણી કરીને તેમજ બાંધકામ ઓછું દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરવાના કારસ્તાનને શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે ઝડપી પાડ્યું છે. એક મહિનાના સમયગાળામાં કુલ 18 આસામીઓને રૂૂ. 1,07,47,317 (એક કરોડ સાત લાખ સડતાલીસ હજાર ત્રણસો સત્તર) નો દંડ ફટકારવામાં આવ્યો છે, અને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

ડી.વી. વાળા, જી.એ.એસ. નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર, રાજકોટ વિભાગ-1, મહપુલ વિભાગ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 39(1)(ખ)(2) ની જોગવાઈ અનુસાર, બાકી વસૂલાતની રકમ હુકમની તારીખથી 90 દિવસ સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે, તો હુકમની તારીખથી પ્રસ્તુત કાયદાની કલમ-46 ની જોગવાઈ મુજબ 12 ટકા દંડનીય વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે અને તે અંગેના બોજાની નોંધ મિલકતના હકક પત્રકમાં કરવામાં આવશે.

Advertisement

આ કેસ ચાલતા દરમિયાન સંડોવાયેલા કેટલાક આસામીઓએ બાંધકામ ઓછું દર્શાવી દસ્તાવેજની નોંધણી કરાવી હતી. સરકારી તંત્ર દ્વારા સ્થળ પર જઈને તપાસ કરતા, દસ્તાવેજમાં દર્શાવ્યા કરતા વધુ બાંધકામ મળી આવ્યું હતું. આથી, સંબંધિત આસામીઓને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક કિસ્સામા એક આસામી દ્વારા ખોટી જંત્રી બતાવી અને બેંકમાંથી કરોડો રૂૂપિયાની લોન ઉપાડી હોવાનું પણ સામે આવ્યું છે.

કયા આસામીને કેટલો દંડ

- રાજેશ પરસાણા (રણછોડ નગર, શ્રદ્ધા સોસાયટી) : અમનભાઈ રમેશભાઈ પરસાણા (રાજ રેસીડેન્સી, નાનામવા રોડ), પરષોત્તમભાઈ રામોતીયા (સીતારામ ટાવર, પંચવટી મેઇન રોડ, અમીન માર્ગ), લીલાબેન જોશી (બસ સ્ટેશન પાસે, કાલાવડ રોડ, જામનગર). ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 14,79,800, દંડ: રૂ. 6,64,525
- ગિરીશભાઈ રાણપુરા અને કંદુબેન રાણપરા (નેહરુનગર, માણેકોલ, અમદાવાદ) : કુલ બજાર કિંમત: રૂ. 75,38,995, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 1,32,800
- વિપુલભાઈ કાપડીયા (માધાપર ચોકડી, મોરબી હાઇવે બ્રિજ), શૈલેષભાઈ કાપડીયા, પ્રવીણભાઈ કાનાબાર, પ્રફુલભાઈ કાનાબાર, મનીષાબેન કાનાબાર, રૂૂપાબેન કાનાબાર. બજાર કિંમત: રૂ. 1,77,63,400, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 7,12,000
- તૃપ્તિબેન વિરાણી (સત્યમ પાર્ક, ગાંધી સ્કૂલ સામે, રાજકોટ) અને અંજલિબેન કાબરી (કાબરી પાર્ક, વાવડી, રાજકોટ): બજાર કિંમત: રૂ. 26,75,854, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 45,890
- જયાબેન વેકરીયા (જયરાજ પ્લોટ, પેડક રોડ, રાજકોટ): કુલ બજાર કિંમત: રૂ. 58,14,698, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 1,70,151
- લુસવાલા (રામનાથ પરા): ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી: રૂ. 1,73,000
- પૃથ્વીરાજસિંહ રાણા (નાનામવા રોડ, રાજકોટ): બજાર કિંમત: રૂ. 13,20,30,300, દંડ: રૂ. 4,86,000 (સ્ટેમ્પ ડ્યુટી રૂ. 11,20,000 અને દંડ રૂ. 4,84,432)
- દિવ્યેશ સાવલિયા (કેનેડા બેંક) : બજાર કિંમત: રૂ. 2,38,77,300, દંડ: રૂ. 11,67,665
- રાજેન્દ્ર પંચાલ (કોઠારીયા રોડ, રાજકોટ) : કુલ બજાર કિંમત: રૂ. ક3,46,21,200, દંડ: રૂ. 16,00,000
- પ્રકાશભાઈ ટીલાળા (તંતિ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ): કુલ બજાર કિંમત: રૂ. 3,40,28,300, દંડ: રૂ. 16,70,878
- જયેશભાઈ પરસાણા (ભુપેન્દ્ર રોડ, રાજકોટ): કુલ બજાર કિંમત: રૂ. 4,77,54,600, દંડ: રૂ. 23,35,481
- રસિકભાઈ બોદર (મારુતિ નંદન, જીવાપર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ): કુલ બજાર કિંમત: રૂ. 2,68,62,700, દંડ: રૂ. 13,13,810
- જીતેન્દ્રભાઈ અકબરી (બિગ બજાર પાછળ, રાજકોટ): કૌશિકભાઈ વઘાસીયા, હિંમતકુમાર વઘાસીયા (ગોંડલ), ગૌરવ વિરડીયા (ગોંડલ), પ્રજ્ઞા ગોંડલીયા (જેતપુર) (શિવરાજગઢ, ગોંડલ-રાજકોટ): મિલકત બજાર કિંમત: રૂ. 31,25,237, દંડ: રૂ. 3,10,874

Advertisement
Tags :
Advertisement
Advertisement