કુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયા
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલ થી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસને સ્કોર્પીયો આડે નાખી બસ ને રોકી ધોકા સહિત બસ માં ચડેલા શખ્સોએ બસ માં બેઠેલા અમદાવાદ ફરજ બજાવતા એસઆરપી મેન ને માર મારી ફિલ્મીઢબે અપહરણ કર્યાની ઘટનામાં પોલીસે ભાયાવદર નજીક સીમમાં વાડીની ઓરડીમાં થી એસઆરપી મેન ને છોડાવી ચાર અપહરણ કર્તાની ધરપકડ કરી છે.
એસઆરપી મેનની બહેન પીયર હોય ત્યાંથી ગુમ થઈ જતા તેના ભાઇ એસઆરપી મેન ને જાણ હોવાની શંકાએ યુવતીનાં સાસરી પક્ષનાં લોકોએ અપહરણ કર્યાનું પોલીસ ની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ હતુ. આ મામલે અન્ય ચાર અપહરણકર્તાની શોધખોળ શરૂ કરી છે.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગત મોડી રાતે ફિલ્મી સ્ટન્ટ જેવા દ્રશ્યો સર્જાયા હતા.પોરબંદર થી ગાંધીનગર જઈ રહેલી જીજે 18ઝેડ 1850 નંબર ની એસ.ટી બસ રાત્રે એક નાં સુમારે ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે પહોચી હતી ત્યારે કાળા કલર ની સ્કોર્પીયો બસની ડાબી બાજુથી પુરજડપે ઓવરટેક કરી બસની આડે ઉભી રહીજતા બસ ઉભી રહી હતી.દરમિયાન પોરબંદર એલસીબી ની ઓળખ આપી બસ માં ધોકા લઇ ચડેલા અજાણ્યા શખ્સોએ સંજય ક્યાં છે તેવુ પેસેન્જરો ને પુછવા લાગ્યા હતા.
તેવામાં 26 નંબરની સીટ પર બેઠેલા સંજયભાઈ સામતભાઇ મુછાર (ઉ.22) સાથે ખેચાખેચી કરવા લાગ્યા હતા.પરંતુ સંજયભાઈ નીચે નહી ઉતરતા આ શખ્સો માર મારવા લાગ્યા હતા.દરમ્યાન કંડકટર અને કેટલાક પેસેન્જરો એ વીડીયો ઉતારવા પ્રયાસ કરતા આ શખ્સોએ વીડીયો ઉતારવાની ના કહી ધમકાવતા બસનાં મુસાફરો ગભરાઇ ગયા હતા.વધુમાં આ શખ્સોએ કોઈ ને ફોન કરતા નહી નહીંતર જીવતા રહેશો નહી તેવી ધમકી આપતા બસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.કંડકટર સ્કોર્પીઓ ની નંબર પ્લેટનો ફોટો પાડવા જતા ઉશ્કેરાયેલા એક શખ્સે આડા રહી નંબર પ્લેટ કાઢી લીધી હતી.બાદમાં બસમાંથી સંજયભાઈને ઢસડી નીચે લઇ જઇ સ્કોર્પીઓમાં નાંખી આ શખ્સો ગાડીને યુ ટર્ન મારી ગોંડલ તરફ નાશી ગયા હતા.આ અંગે બસ ડ્રાઇવર રાહુલભાઇ પરમારે તુરંત ડેપો મેનેજરને જાણ કરતા પોલીસ ને જાણ કરાઇ હતી.
બનાવ અંગે બસ ડ્રાઇવર પોરબંદર સરકારી કર્મચારી સોસાયટી માં રહેતા રાહુલભાઇ પુંજાભ઼ઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસ માં ઘટના અંગે ફરિયાદ કરતા પોલીસે અપહરણ, રાયોટ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ એ.ડી.પરમાર અને સ્ટાફે તપાસ નાં ચક્રોગતિમાન કરી અપહરણ કર્તાઓ ને ભાયાવદ નજીક વડુખળ ગામની સીમ માં આવેલી વાડીની ઓરડી માંથી દબોચી લઇ તેની ચુંગાલ માંથી એસઆરપી મેન સંજયભાઈ ને મુક્ત કરાવી પોરબંદરનાં મનીષ અરજણ મોઢવાડિયા (ઉ.24), રવિ કિસાભાઇ મુછાર (ઉ.24), મુકેશ રામભાઈ ઓડેદરા (ઉ.31) અને જામજોધપુર નાં ધોરીયાનેસ રહેતા લાલાભાઇ બધાભાઇ મોરી (ઉ.65) ને જડપી લઇ પુછપરછ હાથ ધરી અપહરણમાં સંડોવાયેલ અન્ય ચાર શખ્સોને જડપી લેવા તજવીજ હાથ ધરી હતી.જેનું અપહરણ કરાયુ હતુ તે સંજયભાઈ કુતિયાણાનાં બાવળાવદરનાં રહેવાસી છે.અને જુનાગઢ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવે છે.હાલ અમદાવાદ નોકરી હોય કુતિયાણા પોલીસ સ્ટેશને જવાબ લખાવી અમદાવાદ જવા બસમાં બેઠા હતા.
બનાવ અંગે પીઆઇ એ.ડી.પરમારે જણાવ્યુ કે એસઆરપી મેન સંજયભાઈની બહેન ની સગાઇ જ્ઞાતિનાં રિવાજ મુજબ નાની વયે થઇ હતી.ચાર મહીના પહેલા તેણી નાં લગ્ન થયા હતા.પરંતુ એક દિવસ સાસરે રહી પોતાના માવતર ચાલી આવી હતી.દરમિયાન કોઈ ને કહ્યા વગર તે ઘરે થી ચાલી ગઈ હોય તેના પરીવારે કુતીયાણા પોલીસમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન અપહરણ કર્તાઓ ને સંજયભાઈ ને તેની બહેન અંગે માહીતી હોવાની શંકાએ તેનું અપહરણ કર્યુ હતુ. અપહરણ કર્તાઓ પૈકી લાલાભાઇ યુવતી નાં સસરા થાય છે. પોલીસે બનાવ અંગે વિષેશ પુછપરછ હાથ ધરી છે.
