For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વલસાડ જિલ્લામાં હત્યા, લૂંટ અને દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ 30 શખ્સોને પકડવા દેશભરમાં ખાસ ઓપરેશન

01:19 PM Jul 02, 2025 IST | Bhumika
વલસાડ જિલ્લામાં હત્યા  લૂંટ અને દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ 30 શખ્સોને પકડવા દેશભરમાં ખાસ ઓપરેશન

રેન્જ આઇજી પ્રેમવિરસિંહના નિરીક્ષણમાં બનેલી ખાસ ટીમોએ ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં પાડેલા દરોડા

Advertisement

ગુજરાતમાં ગુનો કર્યા પછી ગુનેગારો ફરાર થઈ જાય અને તે પોલીસ પકડથી દુર થાય ત્યારે તેને વોન્ટેડ જાહેર કરે છે. ગુજરાતમાં એક વર્ષથી માંડીને ત્રીસ વર્ષથી વધુ સુધી પકડાતા ન હોય તેવા ગુનેગારોની લાંબીલ યાદી બની છે. ત્યારે વલસાડ જીલ્લાના વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે સુરત રેજ આઈજી પ્રેમવીરસિંહ અને જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના નિરીક્ષણ હેઠળ ટીમ બનાવી હતી આ ટીમે દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં મજુર અને ફેરિયનો વેશપલ્ટો કરી હત્યા,અપહરણ,લુંટ સહિતના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ખાસ દેશભરમાં દરોડા પાડી આવા 30 ગુનેગારોને એક માસમાં ઝડપી લઇ તમામને જેલ હવાલે કર્યા હતા.

વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા,લુંટ,અપહરણ સહિતના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર ગુજરાત અને અન્ય રાજયના વોન્ટેડ આરોપીને પકડવા માટે એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, એસઓજી તથા જિલ્લાના પોલીસ સ્ટેશનો માંથી ચુનંદા સ્ટાફની ટીમે બનાવી અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ ટીમની મદદ લઇ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતિ મેળવી ભારત દેશના અલગ અલગ રાજયમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઉતરપ્રદેશ,પંજાબ,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, રાજસ્થાન,બિહાર,પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પોલીસ ટીમે આ દરમિયાન સ્થાનિક પહેરવેશ ધારણ કરી વેશપલ્ટો કરી એક મહિનામાં વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ 30 આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે.

Advertisement

આ તમામ ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી. 7 થી લઈ 28 વર્ષ સુધીના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના અનુસંધાએ સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના અને જીલ્લા પોલસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ આરોપીઓને શોધી કાઢવા માટે દેશભરમાં સ્પેશીયલ ઓપરેશન હાથ ધરી 30 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગુનેગારો ઝડપાતા હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને પ્રોહિબીશનને લગતા વલસાડ જિલ્લા, નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement