ગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડી
અમદાવાદનાં રામદેવ જવેલર્સમા નોકરી કરતા ગાંધીનગરનાં મહેન્દ્રભાઇ અમથાજી પરમાર (ઉ.વ. 39 ) નામનાં યુવાને રાજકોટ શહેરમા રહેતા હરદીપસિંહ જાડેજા વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે . આ મામલે યુનીવર્સીટી પોલીસ મથકનાં એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા તપાસ ચલાવી રહયા છે.
મહેન્દ્રભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ અમદાવાદ ખાતે આવેલા રામદેવ જવેલર્સમા નોકરી કરે છે અને તેમને બેંકમાથી સોનુ લે વેચનુ કામ હોય જે કામ કરે છે . તેમજ આ હિસાબ તેમને બેંકમા જમા કરાવવાનો હોય છે . ગઇ તા. 3-11 નાં રોજ પોતે નોકરી પર હતા ત્યારે તેમનાં શેઠ ગોપાલસિંહ રાજપુતે બોલાવીને કહયુ કે એક કસ્ટમર ઇન્દ્રજીતસિંહ વાઘેલા રાજકોટ વાળાનો કોલ આવ્યો હતો અને બેંકમાથી સોનુ છોડાવવાનુ હોય જેથી શેઠ ગોપાલસિંહે જણાવતા ઇન્દ્રજીત સિંહને મળવા માટે ફરીયાદી મહેન્દ્રભાઇ રાજકોટ બસ પોર્ટ ખાતે ગયા હતા.
ત્યારબાદ બસ સ્ટોપ પરથી મહેન્દ્રભાઇએ ઇન્દ્રજીતસિંહને કોલ કરતા તેઓ બહારગામ હોવાનુ જણાવ્યુ હતુ.
ત્યારબાદ તા. 11 નાં રોજ ઇન્દ્રજીતસિંહે જણાવ્યુ હતુ કે તેમનાં મિત્ર હરદીપસિંહ જાડેજા તેઓએ સાધુ વાસવાણી રોડ પર આઇઆઇએફએલ ગોલ્ડ લોનમા પ3 ગ્રામની સોનાની બંગડીઓ મુકી હોય જે છોડાવવાની છે તેવી વાત કરી હતી. ત્યારબાદ આ બંગડીની હરદીપસિંહે ચાર લાખ કીંમત કહેતા ફરીયાદીએ તેમનાં શેઠ સાથે વાતચીત કર્યા બાદ ખરીદવાનુ જણાવ્યુ હતુ અને ફરીયાદીનાં શેઠે કટકે કટકે ચાર લાખ રૂપીયા આરોપી હરદીપસિંહને ચુકવી દેતા તેઓએ બંગડી મહેન્દ્રભાઇને આપી દીધી હતી . ત્યારબાદ મહેન્દ્રભાઇને આ બંગડીમા અન્ય ધાતુ પણ મીકસ કરી હોવાની શંકા જતા તેઓએ તપાસ કરાવતા બંગડીની કીંમત દોઢ લાખ રૂપીયા સુધીની હોવાનુ જાણવા મળ્યુ હતુ.
અને હોલમાર્ક પણ ખોટો હોવાનુ જાણવા મળતા આરોપીને ફોન કરતા આરોપી હરદીપસિંહે જણાવ્યુ કે બંગડી હવે તમે લઇ લીધી હોય હવે તમારે જોવાનુ . તેમજ બંગડીમા અન્ય ધાતુની ભેળસેળ પણ જોવા જાણવા મળ્યુ હતુ . જેથી આરોપીએ દોઢ લાખની બંગડી 4 લાખમા આપી અઢી લાખની છેતરપીંડી કરી હતી.
