લક્ષ્મી સોસાયટીમાં લાઇટ બિલ ભરવા મામલે પુત્રની પિતાને ખૂનની ધમકી
પુત્રએ કહ્યું, તું જીવતે જીવ આ મકાન મારા નામે કરી દે નહીં તો તને મારી નાખીશ
નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમા રહેતા વૃધ્ધે તેમના પુત્ર વિરૂધ્ધ ધમકી આપ્યાની ફરીયાદ નોેંધાવી છે. આ ઘટનામા માલવીયાનગર પોલીસે આરોપીને સકંજામા લઇ તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ લક્ષ્મી સોસાયટીમા રહેતા જગદીશભાઇ દેવાભાઇ ભોજાણી (ઉ.વ. 6ર) નામના વૃધ્ધે તેમના દિકરા અભિષેક (ઉ.વ. 3પ) વિરૂધ્ધ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે પોતે હાલ નિવૃત જીવન જીવી રહયા છે તેમને સંતાનમા એક પુત્ર અભિષેક છે. હાલ મકાનના નીચેના ભાગે પોતે રહે છે અને ઉપરના માળે પત્ની જયાબેન અને દીકરો અભિષકે ઉપરના માળે રહે છે.
ગઇકાલે રર તારીખના રોજ બપોરના દોઢેક વાગ્યે પોતે ઘરે હતા ત્યારે તેઓને ઘરનુ લાઇટબીલ રૂ. 8 હજાર આવ્યુ હતુ જેથી જગદીશભાઇએ તેમના દિકરા અભિષેકને કહયુ કે આ લાઇટ બીલ તુ ભરી દેજે. જેથી અભિષેકે કહયુ કે લાઇટ બીલ હું નહી ભરુ તમે ભરી દેજો. જેથી તેઓને બોલાચાલી થઇ હતી અને તેમને ઉચા અવાજે બોલવાની ના પાડતા પુત્ર અભિષેકે તુ આ મકાન જીવતે જીવ મારા નામે કરી દે નહીંતર તને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપતા જગદીશભાઇએ પોતાના મોબાઇલમાથી તુરંત 100 નંબર પર કોલ કર્યો હતો અને થોડીવારમા જ પોલીસ વાન ઘરે પહોંચી ગઇ હતી અને તેમણે પોલીસ મથકે પહોંચી જણાવ્યુ કે તેમનો દિકરો અભિષેક કાઇ કામકાજ કરતો નથી અને જગદીશભાઇ અને તેમના પત્ની સિનીયર સિટીઝન હોવા છતા પુત્ર અભિષેક જમવાનુ આપતો નથી અને ઘરે અવાર નવાર ઝઘડો કરે છે.
જેથી અભિષેકથી અમારા જીવને જોખમ રહેલુ છે અને તેમને ઘરમા રાખવા માગતો નથી. આ મામલે માલવીયા પોલીસ મથકના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમા એએસઆઇ એચ. ટી. પરમારે અભિષેક વિરૂધ્ધ ગુનો નોંધી તેમને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.