દારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયો
04:26 PM Nov 21, 2025 IST | Bhumika
કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે દારૂના નશામાં પતિએ પત્નીને પાઈપ વડે માર માર્યો હતો તે સમયે હાજર રહેલા પુત્રએ નસેડી પિતા ઉપર પાઈપ વડે તુટી પડયો હતો. દંપતિને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે રહેતાં ભાનુબેન દિનેશભાઈ પરમાર નામની 40 વર્ષની પરિણીતા રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતિ દિનેશ પરમારે દારૂના નશામાં ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. દારૂના નશામાં માતા ઉપર હુમલો કરનાર પિતા દિનેશ પરમારને પુત્ર ધવલ પરમારે પાઈપથી માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા દંપતિને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે કોટડાસાંગાણી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement