For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ પોલીસે અપહરણ-બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો

01:49 PM Nov 24, 2025 IST | Bhumika
સોમનાથ પોલીસે અપહરણ બળાત્કારના ગુનાના 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને બિહારથી ઝડપ્યો

સુત્રાપાડા પોસ્ટે ગુ.ર.નં રૂૂ. 27/2011 આઈ.પી.સી. કલમ 363, 366, 376 મુજબના ગુન્હાનો છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો આરોપી તાલીમનાડુ હોવાનું જણાય આવતા પો.ઇન્સ.એસ.વી.રાજપુત તે આ આરોપી ને પકડી પાડવા એક ટીમ બનાવેલ જેમાં એ.એસ.આઈ. લાલજીભાઈ બાંભણિયા, ,એ.એસ.આઈ. ભૂપેન્દ્રસિંહ ચાવડા , પો.હેડ.કોન્સ. પ્રકાશભાઈ સોલંકી તથા પો.કોન્સ. પિયુષભાઈ બારડ એ આ આરોપી પકડી પાડવા તામીલનાડુ ખાતે જવા રવાના થયેલ પરંતુ ત્યાંથી આ આરોપી બિહાર તરફ રવાના થયાનું જાણ થતા મુંબઇ ખાતે પહોંચેલ ટીમને બિહાર ખાતે તાત્કાલીક જવાના રવાના કરેલ, એલ.સી.બી. ટીમ બિહાર રાજય ખાતે આરોપીના વતન પહોંચતા ત્યાં હાલ લગ્નની સીઝન ચાલુ હોય દેશભરમાંથી બિહારના વતની મજુરો મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ નિમિત્તે રજામાં આવેલ જેથી એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીના રહેણાંક વિસ્તારની માહીતી મેળવતા આ વિસ્તાર સાહેબગંજ શહેર વિસ્તારથી 4 કી.મી. દુર હોય અને જંગલ વિસ્તાર હોય જેથી પગપાળા 04 કી.મી. ચાલી આ જંગલ વિસ્તારમાં આવેલ ઝુપડપટી આજુબાજુ ચાલતા લગ્નના માહોલમાં અલગ અલગ વિસ્તારમાં એલ.સી.બી ટીમના માણસો પોતાની ઓળખ છુપાવી લગ્નમાં આવેલ મહેમાન તરીકે ફેલાય જઇ દિવસભર રેકી કરી હયુમન સોર્સીસ ઉભા કરી આરોપી તથા તેના સગા વહાલા તથા તેના રહેણાંક બાબતે સચોટ બાતમી હકીકત મેળવી રાત્રીના સમયે સ્થાનિક પોલીસને આ બાબતેની તમામ માહીતી પુરી પાડી સ્થાનિક પોલીસની મદદ મેળવી આ આરોપીને વિનયકુમાર સોહન મહતો બિહાર રાજ્ય ના મુઝફફરપુર જીલ્લા માંથી પોતાના રહેણાંક મકાનેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement