સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો
વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ
સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ - તેમજ આસપાસના વિસ્તારોમાં - કેન્દ્રસાસીત પ્રદેશ દીવથી પણ - સસ્તા અને વધારે બેફામ પણે - વિદેશી બ્રાન્ડનો દારૂૂ બુટલેગરો દ્વારા પોલીસની રહેમરાહે મીઠી - નજરે વેચાઈ રહ્યો છે તથા - જાહેરમાં ડ્રગ્સ ક્રિકેટના સટ્ટા જગાર યંત્રની ગેમ બુટલેગરો દ્વારા - ચલાવવામાં આવે છે તેવા ગંભીર - આક્ષેપ કરવામાં આવ્યા છે.
તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રેડ કરી - બુટલેગરોને પકડવામાં આવે અને FIR કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી છે. પત્રમાં વેરાવળ-ભીડીયા અને પાટણ પોલીસની હદમાં લોકલ પોલીસની રહેમ નજર નીચે પાણીની જેમ વિદેશી બ્રાન્ડનો દારૂૂ બુટલેગરો દ્વારા બેફામ વેચવામાં આવી રહેલ છે તેમજ ક્રિકેટના સટ્ટાઓ વેરાવળભીડીયા અને પાટણ પોલીસની હદમાં બિન્દાસ પણે જાહેરમાં બેફામ ચાલી રહેલ છે.
તેવી જ રીતે ડ્રગ્સ અને જુગારના ધંધા પણ જાહેરમાં ચાલી રહેલ છે ત્યારે લોકલ પોલીસ દ્વારા કોઈ એકશન લેવામાં આવતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.ધારાસભ્ય એ પત્રમાં તેવો પણ ઉલ્લેખ કર્યો છે કે લોકો દ્વારા મૌખિક ફરિયાદો પણ આવેલ છે કારણ કે બુટલેગરો કોઈપણ ભય વિના જાહેરમાં વિદેશી બ્રાન્ડનો દારૂૂ અને ડ્રગ્સ સપ્લાય તથા છૂટક વેચી રહેલ છે તેમજ જાહેરમાં ક્રિકેટના સટ્ટા તથા જુગાર અને યંત્રની ગેમ ચલાવી રહેલ છે. જેના કારણે યુવા પેઢી દારૂૂ, જુગાર, સટ્ટા ડ્રગ્સ તથા યંત્ર ની ગેમના રવાડે ચડી યુવા પેઢી બરબાદ થઈ રહેલ છે. એક તરફ દારૂૂબંધીની વાત થાય છે ત્યારે વેરાવળભીડીયા અને પાટણ પોલીસની હદમાં જાહેરમાં દારૂૂ જુગાર, સટ્ટા ચાલી રહેલ હોવા છતા લોકલ પોલીસ દ્વારા કોઈ બુટલેગરો ઉપર એક્શન લેવામાં આવતું નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સોમનાથ પવિત્ર યાત્રાધામ મા ચારે બાજુ ઈંગ્લીશ દારૂૂ ની ખાલી બોટલો પડેલ જોવા મળે છે પ્રભાસપાટણ મા ખુલ્લે આમ દારૂૂ ની ડિલિવરી કરવામાં આવે છે.