સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકી
પ્રભાસપાટણ પોલીસે મોબાઈલનું પોટલું કબજે કરી મૂળ માલિકને સોંપ્યા
સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાની અંતિમ રાત્રીએ ખીસામાંથી મોબાઈલ સેરવી લેતી ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો.
ચોરાતા મોબાઈલો સોમનાથ રેલવે સ્ટેશનના લેબર કોલોનીના ેટ પાસે બે પત્થર વચ્ચે લુગડાની થેલીમાં રાખી ભેગા કરેલ હતા તેવા છ મોબાઈલો સવારે 10 વાગ્યે જેમાના એક ફોનની રીંગ રણકતા કોઈ જાગૃત નાગરિકનું ધ્યાન જતાં તેને તુરત જ પ્રભાસપાટણ પોલીસને જાણ કરતા પોલીસે કુલ છ મોબાઈલ કબ્જે કરી તેના મુળ માલિકો પાસેથી ખરીદી-ખાત્રી અને પુરાવા મેળવી મુળ માલીકોને પાંચ મોબાઈલ પરત કરેલ છે. જ્યારે અન્ય અ ેકની ઓળખ મેળવવી બાકી છે. આ મોબાઈલો તેના મુળ માલિકોને સોંપવામાં તેરા તુજકો અર્પણ પોલીસ પ્રશંશનીય અભિગમ હેઠળ પ્રભાસપાટણ પોલીસ ઈન્સ. એમ.વી.પટેલ, સુભાષભાઈ, પિયુષ બારડ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પોલીસ તંત્રનુંં મે આઈ હેલ્પ યુ સુત્ર સાર્થક કર્યુ, પ્રભાસપાટણ પોલીસ દફતરે મોબાઈલ ચોરી એક એફઆઈઆર ફરિયાદ પણ દાખલ થયેલ છે.
જેમાં વેરાવળના ભાલકા કામનાથ સોસાયટીમાં રહેતા અજય નાથાભાઈ આંજણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગઈ તારીખ 6-11-24ના રોજ મારા બહેન વનીતાબેન મોબાઈલ કામ અર્થે લઈ ગયેલ અને બાયપાસ હોટલ ઉપર દક્ષ હોટલમાં જમવા ગયેલ અને જમીને ત્યાં ટેબલ ઉપર મોબાઈલ રાખી અમો પાણી પીવા ગયેલ અને ફરીથી ટેબલ ઉપર જોતા મારો મોબાઈલ જોવામાં આવેલ નહીં મોબાઈલની કિંમત રૂા. 19000 વાળો ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયેલ હોઈ જેથી આ પોલીસ ફરિયાદ નોંધાવું છું. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.