ધોરાજીના ભૂતવડ ગામે રાજકોટના ખેડૂતના 17 હજારના સોયાબીન કોઈ ચોરી ગયું
શેઢા પાડોશીના વાડીના ગોડાઉનમાં રાખેલા 20 બાચકાની ચોરીમાં જાણભેદુની શંકા
રાજકોટના મવડી ચોકડી જલારામ-2 કારડીયા રાજપુત સમાજની સામે રહેતા ખેડૂતના ધોરાજીના ભુતવડ ગામે આવેલ વાડીમાં સોયાબીનનું વાવેતર કર્યું હોય જે સોયાબીન શેઢા પાડોશીની વાડીના ગોડાઉનમાં રાખ્યા હોય રૂૂ.17 હજારના સોયાબીન કોઈ ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના મવડી ચોકડી જલારામ-2 કારડીયા રાજપુત સમાજની સામે રહેતા ધીરજલાલ શામજીભાઇ બારૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની ધોરાજીના ભુતવડ ગામે ખેતીની પાંચ વિદ્યા જમીન આવેલી છે જેમા ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવુ છું. ભુતવડ ગામે આથમણી સીમમા જમીન આવેલી છે જે જમીનના શેઢે મનુભાઈ હિરપરા ની જમીન આવેલી છે.
પોતાની જમીનમા સોયાબીન નુ વાવેતર કરેલ હતુ જે ગઈ તા.26/10/2025 ના રો જ થ્રેશર મા કાઢેલ હતુ અને તે સોયાબીન ના 26 બાંચકાઓ ભરાયેલ હતા બાદ વરસાદ જેવુ વાતવરણ હોય અને અમારે અમારી જમીન મા સોયાબીન તથા પાક રાખી શકાય તેવી સગવડ ના હોય જેથી શેઢાપાડોસી મનુભાઈ હિરપરા ની વાડીએ તેમનુ ગોડાઉન ખાલી હોય જેથી તેમને પુછેલ અને ત્યા તેમના ગોડાઉન ખાતે સોયાબીન ના 26 બાંચકાઓ રાખેલ હતા બાદ ગઇ તા.15/11/2025 ના રોજ મારે સોયબીનનુ ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણ કરવાનુ હોય ધીરજભાઈએ ગોડાઉન ખોલી અંદર ગયેલ હતા.
અને સોયાબીન ના બાંચકા જોતા ઓછા લાગેલ જેથી ગણતરી કરતા 19 બાંચકાઓ થયેલ હતા અને 07 બાચકાઓ ઓછા હતા જેથી મનુભાઈ હિરપરા જે ખેતરમા ટ્રેક્ટર ચલાવતા હોય જેની પાસે જઇને તેમને વાતચીત કરેલ અને જણાવેલકે ગોડાઉનમા સોયાબીનના સાત બાચકાઓ ઘટે છે જેથી ધીરજભાઈ અને મનુભાઇ ગોડાઉને આવ્યા અને તપાસ કરતા તેમા સાત બાચકાઓ ઓછા હતા થયેલ 07 બાચકા આશરે 20 મણ સોયાબીન હોય આશરે એક મણ સોયાબીનની કિંમત રૂૂ.850 એમ કુલ કિમત રૂૂ. 17,000ના સોયાબીન ચોરી કરી કોઈ લઈ ગયેલ હોય તો તેની ફરીયાદ નોંધાવી છે.