For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી

11:12 AM Dec 05, 2024 IST | Bhumika
કાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી
Advertisement

આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્મીરના ત્રાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે ગંભીર રીતે ઘાયલ છે. આ હુમલો કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.

એક ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સેનાના જવાન પર ગોળીબાર કર્યો જે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. હાલ તેમની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

Advertisement

ત્રાલમાં આતંકવાદીઓએ જે સૈનિકને ગોળી મારી હતી તેની ઓળખ સોફીગુંડના રહેવાસી ડેલહેલર મુશ્તાક તરીકે થઈ છે. તે ટેરિટરી આર્મીમાં પોસ્ટેડ છે. ફાયરિંગ બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ અને નજીકના લોકોની પૂછપરછના આધારે આતંકીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે.
કાશ્મીરમાં આતંકી હુમલા પહેલા જમ્મુમાં આર્મી પોસ્ટ પર બે ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. આમાંના એકમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ જાન-માલનું નુકસાન થયું ન હતું.

સુરક્ષા દળો સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદને શોધવામાં વ્યસ્ત છે. સુરક્ષા દળો વિસ્તારના દરેક ખૂણે-ખૂણે તપાસ કરી રહ્યા છે, એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાની યોજના બનાવી રહ્યા છે. જોકે, સુરક્ષા દળોની સતર્કતાને કારણે તેઓ સફળતા મેળવી શક્યા ન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement